આંધી-વંટોળ સાથે થશે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ; હોળીની જ્વાળાઓ જોઈને અંબાલાલે કર્યો વર્ષનો વરતારો
હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે વગેરેની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. ત્યારે હોળી પહેલા અંબાલાલ પટેલે મોટી ભવિષ્યવાણી કરી છે. હોળિકા દહન બાદ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ અનુમાન કર્યું છે. સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે.
અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, જે એપ્રિલથી લઇ જૂન સુધી જોવા મળશે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થતી હોય છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે. ઓગસ્ટથી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે, વાયુનો પ્રકોપ વધુ રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હોળી ઉનાળાના મુખનો તહેવાર હોવાથી ઉનાળામાં ગરમી કેવી રહેશે અને વાયુચક્ર કેવું રહેશે, તેનો બોધ કરે છે. ત્યાર બાદ અખાત્રીજના પરોઢીયાનો પવન જોવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ઠંડી હોળી તાપીને જાય તો સારુ કહેવાય છે. હોળીનો પવન ઉત્તર કે ઈશાન તરફનો હોય તો શિયાળો લંબાઈ શકે છે. પૂર્વનો પવન હોય તો વર્ષ ખંડવૃષ્ઠી વાળું આવે, ઈશાનના પવન વાય તો ઠંડી આવે. હોળીના દિવસે ખુણા અને ઓઠેય દિશાનો પવન જોવાનો ઉત્તરનો પવન શિયાળો લંબાઈ પરંતુ વરસાદ પુષ્કર થવાના ચિન્હ બતાવે છે.
હોળી પહેલા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હોળીના દિવસે ચાર દિશા અને ચાર ખૂણા એટલે કે આઠે દિશાનો પવન કેવો રહેશે તે હવામાન નિષ્ણાતે અત્યારથી જ જણાવી દીધું છે. હોળીમાં પવનની દિશા ઉપરથી જાણી શકાય કે હવામાન કેવું રહેશે? અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરનો પવન ફંકાય તો શિયાળો લંબાય જો કે વરસાદ પુષ્કળ થાય. પશ્ચિમ અને સૂર્યો પવન ફંકાય તો પણ વરસાદ સારો થાય. નૈઋત્યનો પવન ફૂંકાય તો સાધારણ વરસાદ થાય. દક્ષિણનો પવન ફૂંકાય તો વર્ષ નબળું અને રોગની ઉત્પત્તી સૂચવે છે. અગ્નિ દિશાનો પવન ભારે પવન ફૂંકાય, ખરાબ વર્ષનું ચિન્હ જાણવું. પૂર્વનો પવન ખંડવૃષ્ટિ સૂચવે છે. ઇસાની પવન ઠંડીનું સૂચન છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, જો ચારેય દિશામાં પવન ફૂંકાય અને આકાશે ઘૂમરી લેતો પવન ફૂંકાય તો દુકાળ પડવાની શક્યતા છે. ફાગણ સુદ પૂનમે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય તો સારુ કહેવાય છે. ફાગણ સુદ પૂનમનો ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો એટલો કાળનો જન્મ થાય છે. જે દુકાળ સાબિત થાય છે. ચૈત્રી પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો કાળનું ગર્ભ બંધાય છે. વૈશાખી પૂનમે ફરી આવી નિશાની દેખાય તો કાળ પ્રવર્તે છે. જેઠની પૂનમે ઉગતો ચંદ્ર અષ્ટ પામતા સૂર્યને જોવે તો દુકાળ પડે છે. તેમણે કહ્યું કે, હોળીના દિવસે વરસાદ પડે તો સારો કહેવાય. જો કે ધુળેટીનો વરસાદ સારો કહી શકાય.
ગુજરાતમાં 26 માર્ચ થી 26 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો અને વંટોળ જેવી મુશ્કેલીઓ આવવાના એંધાણ છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની આગાહી કરવામા આવી છે. રાજ્યમાં ઑક્ટોબર મહિના સુધી વરસાદ આવવાની શક્યતા સાથે ખેડૂતો માટે આ ચોમાસામાં વરસાદનું પ્રમાણ સારું રેહવાની શક્યતા વ્યક્ત કરી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. 24 તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.
દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસું સારું રહેવાના અંદાજોને પગલે ખેડૂતોને મોટો ફાયદો થશે. સૌથી વધુ ખેતી એ ખરીફ સિઝનમાં થાય છે. ગુજરાતમાં 80થી 85 લાખ હેક્ટર તો દેશમાં એક હજાર લાખ હેક્ટરમાં ખરીફ સિઝનમાં વાવેતર થાય છે. આ મોટાભાગની ખેતી એ વરસાદ આધારિત થતી હોવાથી વરસાદનું અનુમાન આ ખેતી માટે અગત્યનું છે.