Pics : મોરબીની આ ટબૂકડીના લાંબાલચક વાળ જોઈ કોલેજિયન યુવતીઓને પણ થાય છે ઈર્ષ્યા
અત્યાર સુધી લિમ્કાબુક ઓફ રેકોર્ડમાં 13 વર્ષની કિશોરીના લાંબા વાળનો રેકોર્ડ નોંધાયેલો છે. જો કે, હવે લિમ્કાબુકમાં મોરબીની માત્ર સાડા પાંચ વર્ષની દીકરીનું નામ લોંગ હેર માટે નોંધવાનું છે. મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં રહેતા અને મેડિકલ નામની દુકાન ધરાવતા જતીનભાઈ મહેતાની દીકરી છે પ્રિયાંશી. માત્ર સાડા ત્રણ વર્ષની દીકરી પ્રીયાંશીના વાળ 2 ફૂટ કરતા પણ વધુ લાંબા છે. જેથી પ્રિયાંશી ઘર પરિવાર તો ઠીક શાળા અને શહેરમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
પ્રિયાંશીના વાળ 2 ફૂટ કરતા પણ વધુ લાંબા છે. તેના વાળની તમામ સંભાળ તેની મમ્મી પૂજાબેન દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહિ, પ્રિયાંશીને પોતાના વાળ એટલા ગમે છે કે, મસ્તીમાં કોઈ તેને વાળ કપાવવાનું કહે તો તે પણ તેને ગમતુ નથી. હાલ પ્રિયાંશીનું નામ લિમ્કા બૂક માટે મોકલી દેવામાં આવ્યું છે. જોકે, ભવિષ્યમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાય તેવુ પરિવાર ઈચ્છે છે.
કોઇપણ સ્ત્રીના શણગારમાં તેના વાળ પણ ખૂબ જ મહત્વના હોય છે. પરંતુ બદલાતા સમય તેમજ પશ્ચિમી સંસ્કુતિનું આંધળું અનુકરણ કરીને અનેક યુવતીઓ પોતાના વાળ કપાવતી રહે છે. ત્યારે મોરબીની આ નાનકડી પ્રિયાંશી આ તમામ યુવતીઓ માટે ઉદાહરણરૂપ છે.