Rajkot AIIMS માં એક્સ-રે સહિત થશે 200થી વધુ રિપોર્ટ્સ, જાણો લો કયા રિપોર્ટનો કેટલો છે ચાર્જ?

Tue, 27 Feb 2024-1:16 pm,

એઇમ્સ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચના જણાવ્યા અનુસાર સી.બી.સી, બાયોપ્સી, લિપિડ પ્રોફાઈલ, કિડની ફન્કશન સહિતના લોહીના ૧૬૦ જેટલા વિવિધ રીપોર્ટ્સ અને ઍકસ-રેના અલગ અલગ ૩૦ જેટલા રીપોર્ટ્સ નોમિનલ ચાર્જમાં કરી આપવામાં આવશે. 

એઇમ્સ અને ખાનગી લેબમાં થતા રિપોર્ટ્સની કમ્પૅરિઝન કરીએ તો અહીં સી.બી.સી.રિપોર્ટનો દર માત્ર ૨૫ રૂ. જે ખાનગીમાં રૂ. ૨૦૦, બાયોપ્સી રૂ. ૩૭૪ જે ખાનગીમાં રૂ. ૧૨૦૦, લિપિડ પ્રોફાઈલ ૨૭૫ સામે ખાનગીમાં ૬૦૦, લીવર ફંક્શન ટેસ્ટના રૂ. ૨૨૫ જે ખાનગીમાં રૂ. ૭૦૦, કીડીની ફંક્સનના રૂ. ૨૨૫ જે ખાનગીમાં રૂ. ૬૦૦ જેટલો ચાર્જ લેવામાં આવે છે. 

વિવિધ સીરમ ટેસ્ટ રૂ. ૭૫ ની અંદર થશે. આ સાથે ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના ટેસ્ટ માત્ર રૂ. ૨૫ માં, મેલેરિયા રૂ. ૫૦, ટાઈફોડનો રૂ. ૮૦ તેમજ સ્ટુલ રૂટિન ટેસ્ટ રૂ. ૩૫ જેવા ન્યુનતમ દરે કરી આપવામાં આવશે. 

એક્સ-રે માં છાતીના ૭૦ રૂ., ખભ્ભો, ગોઠણ, પગ, કોણી, કરોડરજ્જુ, હથેળી, આંગળી, સ્કલ સહિતના શરીરના બાહ્ય અંગોના એક્સ-રેના માત્ર ૧૫૦ રૂ. ચાર્જ કરવામાં આવશે, જેનો ચાર્જ ખાનગી જગ્યાએ સામાન્ય રીતે રૂ. ૫૦૦ જેટલો થતો હોય છે. 

એઇમ્સ ખાતે ઇન્ડોર પેશન્ટ વિભાગમાં ૧૪ થી વધુ ફેકલ્ટીમાં સઘન સારવારના શ્રીગણેશ થઇ ગયા છે, ત્યારે સંલગ્ન સેવાઓ પૈકી રીપોર્ટ તેમજ દવાઓ પણ દર્દીને પોસાય તે રીતના ચાર્જિઝ રાખી કેન્દ્ર સરકારનો આરોગ્ય વિભાગ સામાન્ય માણસની તબિયતની ચિંતા સુપેરે કરી રહ્યો છે, તેમ કહી શકાય.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link