Most Beautiful Women: સાયન્સ પ્રમાણે આ છે દુનિયાની 10 સૌથી સુંદર મહિલાઓ, લિસ્ટમાં એક ભારતીય પણ સામેલ

Sun, 16 Oct 2022-7:14 pm,

ગોલ્ડેન રેશિયો પ્રમાણે હોલીવુડની અભિનેત્રી જોડી કોમર દુનિયાની સૌથી સુંદર મહિલા છે. તેનો ચહેરો ગોલ્ડો રેશિયો પર 94.52 ટકા સટીક રહ્યો છે. જોની કોમરને આ લિસ્ટમાં પ્રથમ સ્થાન મળ્યું છે. 

હોલીવુડની જાણીતી અભિનેત્રી ઝૈડેયાને આ લિસ્ટમાં બીજુ સ્થાન મળ્યું છે. ઝૈડેયાનો ચહેરો ગોલ્ડન રેશિયો સ્કેલ પર 94.37 ટકા સચોટ છે. તમને જણાવી દઈએ કે ઝૈડેયા એક્ટ્રેસની સાથે વ્યવસાયે સિંગર પણ છે.

મોડલિંગમાં રસ ધરાવતા લોકોએ બેલા હદીદનું નામ જરૂર સાંભળ્યું હશે. બેલા હદીદ અમેરિકાની જાણીતી મોડલ છે. સુંદરતા લિસ્ટમાં બેલાને ત્રીજું સ્થાન મળ્યું છે. ગોલ્ડન રેશિયો સ્કેલ પર 94.35 ટકા સચોટ છે.

ગોલ્ડેન રેશિયો પ્રમાણે અમેરિકાની ફેમસ સિંગર બિયોન્સેને ચોથુ સ્થાન મળ્યું છે. તેનો સ્કોર 92.44 ટકા છે. તમને જણાવી દઈએ કે બિયોન્સે એક સારી સિંગરની સાથે રાઇટર અને અભિનેત્રી પણ છે.   

જો તમે અંગ્રેજી ગીતો સાંભળવાના શોખીન છો તો તમે એરિયાના ગ્રાન્ડેનું નામ તો સાંભળ્યું જ હશે. આ યાદીમાં ફ્લોરિડાની પ્રસિદ્ધ ગાયિકા એરિયાના ગ્રાન્ડેને પાંચમું સ્થાન મળ્યું છે. ગોલ્ડન રેશિયો સ્કેલ પર એરિયાના ગ્રાન્ડેનો ચહેરો 91.81 ટકા સચોટ છે.

અમેરિકાની પ્રખ્યાત સિંગર ટેલર સ્વિફ્ટના માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ ભારતમાં પણ ઘણા ચાહકો છે. આ અમેરિકન સિંગરે યાદીમાં છઠ્ઠા નંબર પર કબજો જમાવ્યો છે. ટેલર સ્વિફ્ટનો ચહેરો ગોલ્ડન રેશિયો સ્કેલ પર 91.64 ટકા સચોટ છે.

મોડલિંગ માટે વિશ્વ વિખ્યાત જોર્ડન ડન આ યાદીમાં સાતમા સ્થાને છે. જોર્ડન ડનનો ચહેરો ગોલ્ડન રેશિયો સ્કેલ પર 91.34 ટકા સચોટ છે.

વિશ્વભરમાં પ્રખ્યાત સિંગર કિમ કાર્દાશિયનને લાખો લોકો ફોલો કરે છે. કિમ વ્યવસાયે ગાયિકાની સાથે અભિનેત્રી પણ છે. જોર્ડન ડનનો ચહેરો ગોલ્ડન રેશિયો સ્કેલ પર 91.28 ટકા સચોટ છે. આ લિસ્ટમાં કાર્દાશિયને આઠમો નંબર મેળવ્યો છે.

આ યાદીમાં ભારતમાંથી માત્ર દીપિકા પાદુકોણનું નામ સામેલ છે. ઘણી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવનાર દીપિકાને નવમું સ્થાન મળ્યું છે. દીપિકા પાદુકોણનો ચહેરો ગોલ્ડન રેશિયો સ્કેલ પર 91.22 ટકા સચોટ છે.  

આ યાદીમાં કોરિયાની પ્રખ્યાત મોડલ હોયોન જુંગને દસમું સ્થાન મળ્યું છે. તમને જણાવી દઈએ કે મૉડલ હોવાની સાથે-સાથે હોવો જંગ એક અભિનેત્રી પણ છે. ગોલ્ડન રેશિયો સ્કેલ પર હોવોન જંગનો ચહેરો 89.63 ટકા સચોટ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link