Reliance Jio: ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં છવાયો મુકેશ અંબાણીનો આ પ્લાન, દરેકને યાદ રહી ગયા તેના ફાયદા

Wed, 06 Nov 2024-10:43 pm,

Jio તેના યુઝર્સને વિવિધ કિંમતની શ્રેણીમાં ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે, જે વિવિધ લાભો સાથે આવે છે. આ લાભો ડેટા અને લાભ આધારે બદલાય છે.

જો તમે Jioના પોર્ટફોલિયોને ધ્યાનથી જોશો તો તમને 91 રૂપિયાનો રિચાર્જ પ્લાન જોવા મળશે. ઓછી કિંમતની સાથે તેમાં યુઝર્સને ઘણા ફાયદા પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

આખી વેલિડિટી દરમિયાન યુઝરને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. એટલે કે તમે કોઈપણ નેટવર્ક પર તમે ઈચ્છો તેટલું કોલિંગ કરી શકો છો. ઉપરાંત, યુઝર્સને કોઈપણ નેટવર્ક પર મોકલવા માટે કુલ 50 SMS મળે છે.

ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં યુઝરને કુલ 3જીબી ડેટા મળે છે. જેમાં દરરોજ 100 MB ડેટા અને 200 MB ડેટા એક્સ્ટ્રા મળે છે. તેનો ઉપયોગ તમે ઈન્ટરનેટ માટે કરી શકો છો. 

 

આ સાથે, આ પ્લાન હેઠળ યુઝર્સને Jio TV, Jio Cinema અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. પરંતુ, ધ્યાનમાં રાખો કે આ પ્લાન ફક્ત Jio ફોન યુઝર્સ માટે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link