Mukesh Ambani ની ધોબી પછાડ, 125 રૂપિયામાં 23 દિવસ સુધી સર્વિસ આપનાર Jio નો ધાંસૂ પ્લાન
જિયો હંમેશા પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે વિવિધ પ્લાન ઓફર કરે છે, જે અલગ-અલગ બેનિફિટ્સ સાથે આવે છે. આ બેનિફિટ્સ ડેટા અને વેલિડિટીના આધાર પર અલગ-અલગ હોય છે.
યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકે છે. જો તમે જિયોના પોર્ટફોલિયોને ધ્યાનથી જુઓ તો તમને એક એવો પ્લાન મળશે, જે ખુબ ઓછા ખર્ચમાં સારી સર્વિસ આપે છે.
જિયોનો આ પ્લાન 125 રૂપિયાનો આવે છે અને યૂઝર્સને 23 દિવસની વેલિડિટી ઓફર કરે છે. આ પ્લાનમાં દરરોજ 0.5 GB હાઈ સ્પીડ ડેટા મળે છે. આ રીતે યૂઝર્સને કુલ 11.5 જીબી ડેટા આપવામાં આવે છે.
આ પ્લાનની ખાસ વાત છે કે તે અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. એટલે કે તમે 23 દિવસ સુધી કોઈપણ નેટવર્ક પર કોઈ ચિંતા વગર વાત કરી શકો છો. સાથે યૂઝર્સને 300 એસએમએસ મળે છે.
બેનિફિટ્સ અહીં ખતમ થતાં નથી. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. પરંતુ ખાસ ધ્યાન રહે કે આ પ્લાન માત્ર જિયો ફોન યૂઝર્સ માટે છે.