મુકેશ અંબાણીના 16000 કરોડના એન્ટીલિયાથી લઈને બર્મિંઘમ પેલેસ સુધી, આ છે વિશ્વના 5 સૌથી લક્ઝુરિયસ ઘર

Sat, 20 Jul 2024-4:28 pm,

એલિસન એસ્ટેટ અમેરિકાના વુડસાઇડ, કેલિફોર્નિયામાં સ્થિત છે. આ આલીશાન બંગલાની કિંમત લગભગ 200 મિલિયન ડોલરની નજીક છે. પોતાની આકર્ષક જાપાની વાસ્તુકલા માટે પ્રસિદ્ધ આ વિશાળ સંપત્તિમાં ઘણી ઇમારતો, બગીચા અને લક્ઝરી સુવિધાઓ છે.

બ્રિટનના લંડન સ્થિત 18-19 કેસિંગ્ટન ગાર્ડન બિલિનેયર્સ રોનો ભાગ છે. 1840ના દાયકામાં બનેલું આ આલીશાન ઘર ઇટાલિયન અને ક્વીન એની શૈલિઓનું મિશ્રણ છે. આ ઘર લંડનના સૌથી પ્રતિષ્ઠિત પેલેસોમાંથી એક છે. આ બંગલાની કિંતમ આશરે 222 મિલિયન ડોલર છે. 

મોનાકોમાં ઓડિયન ટાવર પેન્ટહાઉસ ભૂમધ્ય સમુદ્રના આકર્ષક દૃશ્યો પ્રદાન કરે છે. 170 મીટર ઊંચુ આ પાંચ માળનું એપાર્ટમેન્ટ 3500 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. આ એપાર્ટમેન્ટમાં એક ખાનગી એલિવેટર, 500 સીટનું ઓપન-એર એમ્ફીથિએટર અને છત પર પૂલ જેવી લક્ઝરી સુવિધાઓ છે.   

લંડન સ્થિત બર્મિંઘમ પેલેસ દુનિયાનું સૌથી મોંઘુ ઘર છે. બ્રિટનનો રોયલ પરિવાર આ ઘરમાં રહે છે. આ આલીશાન ઘરની કિંમત 4.9 અબજ ડોલર આંકવામાં આવી છે.

 

એન્ટીલિયા ભારતના સૌથી ધનીક વ્યક્તિ મુકેશ અંબાણીનું ઘર છે. આ આલીશાન ઘર 4 લાખ સ્ક્વેર ફૂટથી વધુ એરિયામાં ફેલાયેલું છે. તેની અંદાજિત કિંમત 2 અબજ ડોલર (આશરે 16,000 કરોડ રૂપિયા) છે. આ એપાર્ટમેન્ટમાં ત્રણ હેલીપેડ, 168 કારનું ગેરેજ અને ઘણા સ્વિમિંગ પૂલ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link