24 વર્ષ નાની છોકરીને મુંબઈની હોટલમાં લઈ પહોંચ્યો ગુજરાતી, યૌન વર્ધક દવાઓ લીધી પણ કંઈ કરી જ ના શક્યો
આ કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સુરતની એક ફેક્ટરીમાં 41 વર્ષીય સંજય રામજી તિવારી નામનો મેનેજર સગીરાના પરિવારને આર્થિક મદદ કરતો હતો. સગીરાના પરિવારમાં તેના પિતા લકવાગ્રસ્ત હતા અને પરિવારમાં માતા અને એક ભાઈ છે. પોલીસે જણાવ્યું કે, મેનેજરે સગીરાને ધમકી આપી હતી કે, જો તે તેની વાત નહિ માને તો તેના પરિવારને મદદ નહિ કરે. ડાયમંડ ફેક્ટરીનો મેનેજર તેને બ્લેકમેલ કરીને મુંબઈ લઈ આવ્યો હતો, તેના બાદ હોટલમાં તે તેનું યૌન શોષણ કરી રહ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે, સગીરાના પરિવાર સાથે મેનેજરના સારા સંબંધ હતા. તે પરિવારને રૂપિયા આપતો હતો. તેણે જ સગીરાને હીરા ફેક્ટરીમાં કામ પર લગાવી હતી. પરિવારને મેનેજર પર એટલો વિશ્વાસ હતો કે, તેઓએ એ સગીરાને વિશ્વાસની સાથે માલિક સાથે મોકલી હતી.
29 ઓક્ટોબરના રોજ મેનેજર સગીરાના ઘરે પહોંચ્યો હતો, અને તેણે જણાવ્યું કે તે પારિવારિક કામથી મુબંઈ જઈ રહ્યો છે. તેણે સગીરાની માતાને પૂછ્યું હતું કે, શું તે એની દીકરીને સાથે લઈ જઈ શકે છે. તેના બાદ તેઓએ શનિવારે સવારે સગીરાને લઈને મુંબઈ આવવા નીકળ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, વેપારીએ હોટલના મેનેજરને જણાવ્યું હતું કે, 14 વર્ષની દીકરી તેની દીકરી છે. તેણે એક ખોટું આધારકાર્ડ પણ બતાવ્યું હતું. આ બાદ મેનેજર સગીરાને યૌન શોષણ કરવાનું શરૂ કર્યું હતું. તેણે સગીરાને ધમકી આપી કે, જો તેણે કંઈ પણ બતાવ્યું તો તે પરિવારને પૈસા નહિ આપે. અને પહેલા આપેલા પૈસા પણ પરત લઈ લેશે.
શનિવારે રાતે વેપારીએ યૌન વર્ધક દવાનું સેવન કર્યું હતું અને તે સગીરાનું શોષણ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેના બાદ સગીરાએ હોટલના કર્મચારીઓને આ માહિતી આપી હતી.
હોટલ મેનેજર ગુજરાતથી આવેલા એ ગ્રાહકને તાત્કાલિક જેજે હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ તબીબોને તેને મૃત જાહેર કર્યો હતો. જેના બાદ સગીરાના માતા તેને મળવા માટે મુંબઈ પહોંચી હતી. તેણે પોતાનું નિવેદન પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું હતું, જેના બાદ આરોપી મેનેજર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે બીએનએસ કલમ અને પોક્સ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.