Health Tips: આ 5 સમસ્યાઓની દવા છે સરસવનું તેલ અને હળદર, જાણી લો ઉપયોગ કરવાની રીત
કોઈ સાંધામાં કે હાડકામાં દુખાવો કે સોજો રહેતો હોય તો સરસવના તેલને ગરમ કરી તેમાં હળદર મિક્સ કરી પ્રભાવિત ભાગ ઉપર તેને લગાડી માલિશ કરવી. ગણતરીની મિનિટોમાં દુખાવો અને સોજો દૂર થઈ જશે.
શરીરના કોઈ ભાગ પર ઇજા થઈ હોય તો સરસવનું તેલ અને હળદરની પેસ્ટ લગાડવી. આ પેસ્ટ લગાડવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે. બીજા થવાથી લોહી નીકળતું હોય તો સરસવના તેલમાં હળદર મિક્સ કરી લગાડવું તેનાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે.
સરસવના તેલમાં હળદર મિક્સ કરીને લગાડવાથી ત્વચાને પોષણ મળે છે અને ત્વચાની સફાઈ અંદરથી થાય છે. તેનાથી ત્વચાનો રંગ નીખરે છે અને ખીલ સહિતની સમસ્યા દૂર થાય છે.
સરસવના તેલમાં હળદર મિક્સ કરીને લગાડવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યામાં રાહત થાય છે. સરસવના તેલની તાસીર ગરમ હોય છે.. તેનો ઉપયોગ કરવાથી બંધ નાક ખુલી જાય છે અને શરદી ઉધરસમાં આરામ મળે છે.
સરસવનું તેલ વાળને પોષણ આપવાનું કામ કરે છે અને હળદર ડેન્ડ્રફને દૂર કરે છે. આ મિશ્રણને વાળના મૂળમાં લગાડવાથી વાળ મજબૂત થશે અને હેર ફોલ તેમજ ખોડાની સમસ્યાથી મુક્તિ મળશે.