એવું કહેવાય છેકે, ચાંદ પરથી પણ દેખાય છે આ પિરામિડ! અંદર છુપાયેલાં છે અનેક રહસ્યો
વિશ્વની સાત અજાયબીઓમાંની એક, ઇજિપ્તની સૌથી રહસ્યમય કલાકૃતિ 'ગીઝાનો મહાન પિરામિડ' છે. અમે તમને આ પિરામિડના કેટલાક રહસ્યો વિશે જણાવી રહ્યા છીએ જે આજ સુધી ઉકેલાયા નથી.
ગીઝાના મહાન પિરામિડને કુફુ પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પિરામિડ પ્રાચીન ઇજિપ્તના રાજા કુફુના શરીરને સાચવવા માટે બનાવવામાં આવ્યો હતો.
ગીઝાનો મહાન પિરામિડ 3200 બીસીની આસપાસ બાંધવામાં આવ્યો હતો. તેની ઉંચાઈ લગભગ 450 ફૂટ છે. આ પિરામિડ બનાવવા માટે 23 લાખ પથ્થરના બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીના સંશોધન મુજબ તેમાં ત્રણ ભોંયરાઓ મળી આવ્યા છે - ગ્રાન્ડ ગેલેરી, કિંગ્સ ચેમ્બર અને ક્વીન્સ ચેમ્બર. નવાઈની વાત એ છે કે રાજા અને રાણીની ચેમ્બરમાંથી તેમની મમી કે ડેડ બોડી મળી નથી.
ઇજિપ્તમાં તાપમાન ગમે તેટલું હોય, પિરામિડની અંદરનું તાપમાન હંમેશા 20 ડિગ્રી સેલ્સિયસ રહે છે.
ગીઝાના પિરામિડને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તે ઇઝરાયેલના પહાડો પરથી પણ જોઈ શકાય છે. એવું કહેવાય છે કે ગીઝાના પિરામિડ ચંદ્ર પરથી પણ દેખાય છે.
ઇજિપ્તવાસીઓ પિરામિડનો ઉપયોગ વેધશાળાઓ, કૅલેન્ડર્સ, સૂર્યાધ્યાય તરીકે અને સૂર્યની આસપાસ પૃથ્વીની ક્રાંતિ અને પ્રકાશની ગતિને માપવા માટે કરતા હતા.