PICS: 5 સ્ટાર હોટલમાં ડ્રગ્સ પાર્ટીની મજા માણી રહી હતી આ અભિનેત્રી, બર્થડેના દિવસે જ થઈ ધરપકડ

Tue, 15 Jun 2021-10:50 am,

નાયરા નેહલ શાહની પોલીસે તેના જન્મદિવસે જ ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ફાઈવસ્ટાર હોટલમાં તે ડ્રગ્સ પાર્ટી કરી રહી હતી. 

આ મામલો મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારનો છે. જ્યાં એક આલીશાન હોટલમાં નેહલ પોતાની બર્થડે પાર્ટી કરી રહી હતી. તે સમયે પોલીસને કોઈએ પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગ અંગે જાણ કરી. 

રિપોર્ટ્સનું માનીએ તો ત્યારબાદ પોલીસે રાતે 3 વાગે દરોડો પાડ્યો અને નાયરાની ડ્રગ્સ સાથે ધરપકડ કરી. અત્રે જણાવવાનું કે નાયરા ફિલ્મો અને ટીવી શોમાં નાના મોટા રોલ કરતી રહી છે. 

સાંતાક્રૂઝ પોલીસે અભિનેત્રી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. અત્રે જણાવવાનું કે નાયરા નેહલ અને તેના મિત્રને અહીં ડ્રગ્સ લેતા રંગે હાથે પકડવામાં આવ્યા છે. 

સોમવારે સાંતાક્રૂઝ પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા અને ત્યારબાદ બંનેને જામીન પર છોડી મૂકવામાં આવ્યા. પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. 

અત્રે જણાવવાનું કે નાયરાએ કેટલીક તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે ડ્રગ્સ સાથે પકડાયા બાદ હવે તેની કરિયર ખાડે જઈ શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link