Narendra Modi oath taking ceremony live updates: `ટીમ મોદી` શપથ સમારોહ એક ક્લિક પર...
મોદી કેબિનેટમાં સહયોગી દળના કેટલાક નેતાઓને મંત્રી બનાવવામાં આવશે. સૂત્રોનું માનીએ તો મંત્રીમંડળમાં શિવસેના અને JDUમાંથી 2-2 મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે અકાળી દળ અને લોક જનશક્તિ પાર્ટીમાંથી 1-1 મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવનાઓ છે. જો કે, AIADMKમાંથી પણ એક મંત્રી બનાવવામાં આવી શકે છે. જાણો વધુ વિગત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં બીજા કાર્યકાળનાં શપથ ગ્રહણ સમારોહમાં ગુરૂવારે વીવીઆઇપી સહિત 8000 અતિથિઓ જોડાશે. આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા હશે. વડાપ્રધાન મોદી અને તેમની મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મેજબાની વાળા ડિનરમાં વિદેશી ગણમાન્ય લોકોને રાષ્ટ્રપતિ ભવનનાં રસોડામાંથી ખાસ વ્યંજન દાલ રાયસીના પિરસવામાં આવશે. જાણો વધુ વિગત...
પદનામિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શપથ લેવાના છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7 કલાકે લેશે. નરેન્દ્ર મોદી સાથે અનેક મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે. પીએમ મોદીના ભવ્યાતિભવ્ય શપથવિધિ સમારોહમાં દેશ-વિદેશના અનેક મહાનુભવો હાજરી આપશે, ત્યારે ગુજરાતના નેતાઓ પણ આજે દિલ્હીમાં પહોંચશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીતુ વાઘાણી સહિતના ભાજપના નેતાઓ આજે દિલ્હી જવા રવાના થયા છે. જાણો વધુ વિગત...
સાંજે 7 વાગે તેમનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહમાં 4 દેશના રાષ્ટ્રપતિ, 3 દેશના વડાપ્રધાન તેમજ એક ખાસ દૂત સામેલ થશે. આ ઉપરાંત દેશના મોટાભાગીની પાર્ટીઓના પ્રમુખ પણ તેમાં ભાગ લેશે. તે પહેલા ગુરૂવાર સાવરે રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેઓ અટલ સ્મૃતિ સ્થળ ગયા. ત્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદી ત્યારબાદ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ગયા. ત્યા તેમણે શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી. જાણો વધુ વિગત...