નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તૈયાર છે! અમદાવાદ તૈયાર છે! વર્લ્ડ કપ ફાઇનલ માટે શું તમે તૈયાર છો??

Sat, 18 Nov 2023-3:25 pm,

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો રમાવા જઈ રહ્યો છે. આ મુકાબલો છે ક્રિકેટના વિશ્વ વિજેતાનો ખિતાબ જીતવા માટે. જેના માટે મેદાનમાં છે ભારત અને ઓસ્ટ્રોલિયા. આ મુકાબલા માટે ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. દેશ-વિદેશથી ચાહકો અમદાવાદ પહોંચી રહ્યા છે. કોઈએ શરીર પર પેઈન્ટ કરાવ્યું છે. તો કોઈએ ટેટ્ટુ, તો કોઈએ બેનર્સ બનાવ્યા છે તો કોઈ શંખનાદ કરી રહ્યું છે.

આ સાથે જ લોકોને ટીમ ઈન્ડિયાની જીતનો એટલો વિશ્વાસ છે કે, તેમણે જશ્નની તૈયારી કરી લીધી છે. અમદાવાદમાં ચાહકોએ 500 ફૂટથી વધુ લાંબો ધ્વજ અને વિશ્વની સૌથી નાની વર્લ્ડ કપની ટ્રોફી તૈયારી કરી છે. સાથે જ કેકની તૈયારી પણ કરવામાં આવી છે. આ મહામુકાબલો છે અને એટલે જ એમાં આવનારા મહેમાનો પણ ખાસ છે. જેમના માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ પહેલા ભારતીય વાયુ સેના એર શો કરવાની છે. જેમાં વાયુ સેનાના જવાનો કરતબો બતાવશે. વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ આ કરતબો કરશે. જેમના માટે રીહર્સલ પણ કરવામાં આવ્યું.

આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ માટે ઈન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમે રિહર્સલ કર્યુ. આવતીકાલે ટોસ પહેલાં આકાશમાં સૂર્યકિરણની ટીમ કરતબ બતાવશે. MK-132 હોક વિમાન દર્શકોને રોમાંચિત કરશે. 

મેચના અંતે મનમોહક ડ્રોન શોનું પણ આયોજન કરાયું છે. 1200 ડ્રોનની મદદથી આકાશમાં પ્રથમવાર ચેમ્પિયનનો બોર્ડ બનાવાશે. આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને  ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે. IPL ફાઈનલની જેમ જ સ્ટેડિયમ પર ભવ્ય આતશબાજી જોવા મળશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link