Nariyal Pani Ke Nuksan: આ 3 લોકોએ ભૂલમાં પણ ન પીવું જોઈએ નાળિયેર પાણી, શરીર બની જશે રોગોનું ઘર
આયુર્વેદાચાર્યો પ્રમામે નાળિયેર પાણી પીવાના ફાયદા છે તો કેટલાક નુકસાન પણ છે. કેટલીક ખાસ બીમારીથી પીડિત લોકોએ નાળિયેર પાણી પીવાથી બચવું જોઈએ. આમ ન કરવા પર તેને ફાયદાની જગ્યાએ વધુ નુકસાન થઈ શકે છે.
જે લોકો અવારનવાર અપચોની સમસ્યાથી પીડાય છે તેઓએ નારિયેળ પાણી પીવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તેમને પેટમાં દુખાવો અથવા ઝાડા થઈ શકે છે. તેનું કારણ એ છે કે નાળિયેર પાણીમાં પોટેશિયમ હોય છે, જે પેટને નુકસાન પહોંચાડે છે.
જે લોકો ડાયાબિટીસથી પીડિત છે, તેણે વારંવાર નાળિયેર પાણી પીવાથી બચવું જોઈએ. આમ કરવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે, જેનાથી બંને કિડનીઓ ખરાબ થઈ શકે છે. જેથી તમારા જીવને જોખમમાં ન મૂકો.
હાઈ બીપીના દર્દીઓને હંમેશા નાળિયેર પાણી પાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો જરૂર કરતા વધુ નાળિયેર પાણી પીલો તો તમારૂ બ્લડ પ્રેશર ઘટી વધુ લો થઈ શકે છે. જેનાથી જીવનું જોખમ પણ વધી શકે છે.
નાળિયેરનું પાણી ક્યારેક પીવાથી નુકસાન નથી પરંતુ જો તમે તેનું વધુ માત્રામાં સેવન કરો તો શરીરમાં રહેલ ઈલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી શકે છે. જેનાથી તમે ફિટ થવાની જગ્યાએ વધુ બીમાર પડી શકો છો.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.