નવરાત્રિમાં બનશે બે રાજયોગ, આ જાતકો પર થશે સૌથી વધુ કૃપા, ધન-સંપત્તિ વધશે, કરિયરમાં પ્રગતિનો યોગ
વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તો નવરાત્રિમાં બે મહાપુરૂષ રાજયોગનું નિર્મામ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવી રહ્યાં છે તો બુધ ગ્રહ ભદ્ર રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ જાતકોની કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
તમારા લોકો માટે ભદ્ર અને માલવ્ય રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિમાં ઉચ્ચ થઈને ભ્રમણ કરી રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. સાથે તમારી કાર્ય કરવાની શૈલીમાં નિખાર આવશે. આ દરમિયાન તમારી યોજનાઓ સફળ થશે. આર્થિક સ્થિતિમાં ઉલ્લેખનીય સુધાર થવાની સંભાવના છે અને કર્જમાંથી મુક્તિ મળી શકે છે. પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
નવરાત્રિમાં માલવ્ય અને ભદ્ર રાજયોગ બનવાથી મકર રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી નવમ સ્થાન પર તો શુક્ર ગ્રહ દશમ સ્થાન પર ભ્રમણ કરી રહ્યાં છે. તેથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. સાથે જે કાર્ય અટવાયેલા છે તે પૂરા થશે. આ દરમિયાન તમને કામ-કારોબારમાં સફળતા મળશે. સાથે તમે નવી નોકરીની યોજના બનાવી રહ્યાં છો તો તમને સફળતા મળશે. તમે નાણાની બચત કરવામાં સફળ થશો. કાર્યક્ષેત્રમાં તમારા પ્રસાયોથી અધિકારીઓ સંતુષ્ટ રહેશે. આ દરમિયાન તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો.
તમારા લોકો માટે માલવ્ય અને ભદ્ર રાજયોગનું બનવું લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી આઠમાં અને શુક્ર ગ્રહ નવમાં ભાવ પર ગોચર કરી રહ્યાં છે. તેથી આ દરમિયાન તમારો ભાગ્યોદય થઈ શકે છે. સાથે તમે કામ સંબંધિત યાત્રા કરી શકો છો. લગ્ન જીવનમાં સુખ-શાંતિ મળશે. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને આપસી તાલમેલ વધશે. સાથે જે લોકો રિસર્ચના ક્ષેત્રમાં જોડાયેલા છે, તેને લાભ મળી શકે છે. આ દરમિયાન તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. સાથે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.