Khal Nayak: બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે નીના ગુપ્તા પાસે સુભાષ ઘાઈએ કરી હતી એવી માંગ...શરમથી લાલચોળ થઈ ગઈ
નીના ગુપ્તાએ હવે વર્ષો પછી પોતાની ઓટોબાયોગ્રાફી 'સચ કહુ તો' માં આ ગીતના શૂટિંગ સંબંધિત અનેક કિસ્સાઓ વર્ણવ્યા છે. નીના ગુપ્તાએ જણાવ્યું કે આ ગીતને શૂટ કરતી વખતે તેને ખુબ શરમ મહેસૂસ થઈ હતી. નીના ગુપ્તાના પુસ્તકને સોમવારે લોન્ચ કરાયું હતું. નીનાએ પોતાના આ પુસ્તકમાં અનેક ખુલાસા કર્યા છે. પુસ્તકમાં તેણે 'ચોલી કે પીછે' ગીત પર એક ચેપ્ટર લખ્યું છે.
ચોલી કે પીછે ક્યા હૈ... ગીત પર લખાયેલા ચેપ્ટરમાં નીનાએ લખ્યું છે કે સુભાષ ઘાઈએ તેમને બ્રેસ્ટ સાઈઝ મોટી દેખાડવા માટે 'પેડેડ બ્રા' પહેરવાનું કહ્યું હતું. ત્યારબાદ તે શરમથી પાણી પાણી થઈ ગઈ હતી. નીનાએ પુસ્તકમાં લખ્યું છે કે 'જ્યારે મેં પહેલીવાર ગીત સાંભળ્યું તો મને આ ગીત ખુબ કેચી લાગ્યું. ત્યારબાદ જ્યારે સુભાષ ઘાઈએ મને મારી ભૂમિકા જણાવી તો હું તે કરવા નહતી ઈચ્છતી, મારી અંદર ખચકાટ હતો.'
નીનાએ આગળ લખ્યું છે કે 'મને એ જાણીને ખુબ આનંદ થયો કે મારાવાળો હિસ્સો મારી મિત્ર ઈલા અરુણે ગાયુ છે. તેમની સાથે અનેક ફિલ્મોમાં મે પહેલા પણ કામ કર્યું હતું. પરંતુ મારા માટે આ કરવું મુશ્કેલ હતું, મને જે કહેવામાં આવ્યું હતું તે હું કરી શકતી નહતી.'
નીના ગુપ્તાએ પુસ્તકમાં આગળ લખ્યું છે કે 'મને ગુજરાતી આદિવાસી કપડા પહેરાવવામાં આવ્યા અને પછી અપ્રુવલ માટે સુભાષ ઘાઈ પાસે મોકલવામાં આવી. તેઓ મને જોઈને જ બૂમો પાડવા લાગ્યા, નો નો નો. આનામાં કઈંક ભરો. હું શરમાઈ ગઈ. મારા અનુસાર તેઓ મારી ચોલી માટે કહી રહ્યા હતા કે તેમાં વધુ ભરો. મને ખબર હતી કે પર્સનલ નથી. તેમણે પહેલેથી જ કઈક વધુ વિઝ્યુઅલાઈઝ કર્યું હતું. મે તે દિવસે શૂટ કર્યું નહીં.'
વધુમાં લખ્યું છે કે 'બીજા દિવસે જ્યારે શૂટ માટે પહોંચી તો સુભષ ઘાઈ પાસે બીજા આઉટફિટ સાથે મોકલવામાં આવી. આ વખતે એક હેવી પેડેડ બ્રા પણ પહેરવા માટે આપવામાં આવી હતી. સુભાષ ઘાઈએ જોતા જ આ વખતે અપ્રૂવ કરી દીધુ. તેઓ સંતુષ્ટ હતા.'
નીના ગુપ્તાએ સુભાષ ઘાઈના વખાણ કરતા કહ્યું કે 'સુભાષ ઘાઈને સીન માટે જે પણ જોઈતું હતું, તેના માટે તેઓ ખુબ જ વિશેષ ઈન્સ્ટ્રક્શન આપતા હતા. આ કારણે તેઓ આટલા સારા દિગ્દર્શક હતા.'