New Rules: કામના સમાચાર, આધારથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સ સુધી આજથી બદલાઇ ગયા નિયમો

Sat, 01 Jun 2024-8:45 am,

Rules change from 1 June 2024: નવા મહિનાની શરૂઆત સાથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ જશે, ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને ગેસ સિલિન્ડર સુધી નવા મહિનાની શરૂઆત સાથે નવા નિયમો લાગૂ થઇ જશે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડશે. નવા નિયમો વિશે તમને જાણકારી હોવી જોઇએ, નહીંતર મુશ્કેલી વધી શકે છે. 

ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. દર મહિનાની પહેલી તારીખે સવારે 6 વાગે સિલિન્ડરના ભાવ જાહેર કરે છે. ત્યારે આજે દેશની ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસના ભાવ ઘટાડ્યા છે. OMCs એ 19 કિલોવાળા કોમર્શિયલ LPG બાટલાના ભાવમાં 69.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. જો કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. એરલાઈન્સ કંપનીઓને પણ ભારે રાહત મળી છે. દેશમાં હવાઈ ઈંધણના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. આવામાં હવે ધોમધખતા તાપમાં હવાઈ મુસાફરી સસ્તી થવાના એંધાણ છે. 

1 જૂન (આજથી) થી ટ્રાફિકના નવા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જૂનથી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO જવાની જરૂર નહીં પડે. તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને તમારું DL પણ મેળવી શકો છો, નવા નિયમ હેઠળ RTOમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી. તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો.

1 જૂન (આજથી) થી 18 વર્ષથી નાની ઉંમરવાળા કિશોરને ગાડી ચલાવવા પર તેની પાસેથી મોટો દંડ વસૂલવામાં આવશે. જો કિશોર ગાડી ચલાવતાં પકડાય છે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે. રોડ અકસ્માતને રોકવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. 

યૂઆઇડીએઆઇ (UIDAI) એ આધાર કાર્ડ (Aadhaar Card) અપડેશનને લઇને જાણકારી આપી છે. આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની તારીખ 14 જૂન સુધી કરી છે. તમે સરળતાથી કોઇપણ ફી વિના 14 જૂન સુધી ફ્રીમાં આધારને અપડેટ કરાવી શકો છો. ઓફલાઇન અપડેટ એટલે કે આધાર કેન્દ્રમાં જઇને અપડેટ કરાવવા પર 50 રૂપિયા પ્રતિ અપડેટ ચાર્જ ચૂકવવો પડશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link