સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડ!!! માનવામાં ન આવે તેવી આ માહિતી જાણવા કરો ક્લિક

Sun, 02 Dec 2018-9:14 am,

બે દિવસ પહેલા જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન થઈને એક મહિનો પૂરો થયો છે. ત્યારે દિવ્ય ભાસ્કરમાં છપાયેલ એક અહેવાલ મુજબ, સ્ટેચ્યુમાં તિરાડો હોવાની અફવા વહેતી થઈ છે. હાલ પ્રવાસીઓમાં આ સમાચાર ચર્ચાનો વિષય બન્યો છે. જેના જવાબમાં યુનિટીના સીઈઓ આઈ.કે.પટેલે જણાવ્યું કે, આ વાત સાવ ખોટી છે અને સ્ટેચ્યુ એકદમ મજબૂત છે.

દેવળીયા પાર્કમાં હાલમાં જ સિંહોએ હુમલો કરતા એક ટ્રેકરનું મોત નિપજ્યું હતું. જેના બાદ ગુજરાત સમાચારમાં આજે લખાયું છે કે, આ ઘટના પાછળ એક અધિકારીના લડતા સિંહોનું શુટિંગ કરવાનો શોખ કારણભૂત હોવાની ચર્ચા વહેતી થઈ છે. શું છે આખો અહેવાલ વાંચો વિગતે....

લોભિયા હોય ત્યાં ભૂતારા ભૂખે ન મરે તેવો કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. જેમાં ટાયરના વેપારીએ ભૂજમાં પોલીસે ખોટી રીતે ફસાવી આર્થિક-સામાજિક રીતે બરબાદ કર્યાની વાત સામે આવી છે. જેમાં એક ગઠિયાએ સીબીઆઈ અધિકારીના નામે કાવતરું કર્યું હતું. નવગુજરાત સમયના આ સમાચારમાં જુઓ ખાસ માહિતી.

 રાજકોટની એક સ્કૂલમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. સંદેશના રિપોર્ટ મુજબ, રાજકોટની બે બહેનપણીઓ 9 ડિસેમ્બરે દિક્ષા લેવાની છે. જેમનુ તેમની સ્કૂલ દ્વારા અભિવાદન કર્યું હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link