ઢોકળા નહીં? આ 6 દેસી વાનગી નીતા-મુકેશ અંબાણીને ખુબ ભાવે છે, ખાસ જાણો

Fri, 02 Aug 2024-4:59 pm,

તેમની લાઈફસ્ટાઈલની સાથે સાથે ખાવાની ચોઈસ પણ હટકે છે. તેઓ ભારતીય વ્યંજનના શોખીન છે. આ સાથે જ શાકાહારી ડિશ તેમના ભોજનનો મહત્વનો ભાગ છે. આવો જાણીએ તેમને ભોજનમાં શું પસંદ છે.   

રિપોર્ટ્સ મુજબ મુકેશ અને નીતા અંબાણીને સાઉથ ઈન્ડિયન ખાવાનું પણ પસંદ છે. તેમાં ઈડલી સંભાર તેમની ફેવરિટ છે. તેઓ દર રવિવારે માટુંગામાં આવેલી કેફે મૈસુરમાંથી આ વાનગી મંગાવીને મજા માણે છે. 

ગુજરાતી હોવાના નાતે ગુજરાતી ભોજન તો ભાવે જ. તેમને પસંદ છે ગુજરાતી સ્ટાઈલથી બનતી દાળ. 

એશિયાના સૌથી ધનિક ગણાતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી ઘરમાં બનેલું ભારતીય  ભોજન ખાવાનું જ પસંદ કરે છે. અંબાણી પરિવાર શાકાહારી છે. આથી તેમના ઘરમાં રોજ શાકાહારી ભોજન જ બને છે.   

ક્યારેક ક્યારેક આ કપલ સ્ટ્રીટ ફૂડ પણ ખાવાનું પસંદ કરે છે. તેઓ દહીં બટાકા પુરી (દહીં પુરી) ખાવાનું ખુબ પસંદ કરે છે. તેઓ મુંબઈના સ્વાતિ સ્નેક્સથી લાવીને કે પછી મોડી રાતે ત્યાં જઈને ખાવાનું પસંદ કરે છે. 

મુંબઈકર હોય અને ભેળ પસંદ ન હોય તેવું બની શકે નહીં. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ભેલ ખાવાનું પસંદ કરે છે. તે પણ તેઓ સ્વાતિ સ્નેક્સમાંથી ખાવાનું પસંદ કરે છે. 

આ કપલ આખો દિવસ બિઝી રહે છે. આથી પોતાને એનર્જીવાળા રાખવા માટે ફ્રેશ જ્યુસ પીવાનું પસંદ કરે છે. નીતા અંબાણી તો બ્રેકફાસ્ટમાં બીટ રૂટ જ્યુસ પીવાનું પસંદ કરે છે. 

મુકેશ અંબાણી અને નીતા અંબાણી બેલેન્સ્ડ ડાયેટ ખાવાનું પસંદ કરે છે. જેમાં ઓછી કેલેરી હોય. આથી તેઓ દાળ, રાજમા, સાથે રોટલી કે ભાત વગેરે જ લંચમાં ખાય છે. તે પણ ઘરમાં બનેલા.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link