દિલ્હી: મજૂરોને ઘરે પરત મોકલતા પહેલા સામે આવી મોટી બેદરાકરી, જુઓ Photos

Wed, 20 May 2020-4:38 pm,

દિલ્હીના વેસ્ટ વિનોદ નગરમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પોલીસના હાજર હોવા છતાં આ લોકોને વ્યવસ્થિત બેસાડવાની સગવળ કરવામાં આવી નથી. ખતરનાક રીતે લોકો એક બીજા પાસે એકઠા થઈને બેઠા છે.

મજૂરોનું કહેવું છે કે, તેમને દિલ્હીથી બહાર જવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે સવારે 8 વાગ્યાથી અહીં તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવવાનું હતું. ત્યારબાદ બીજા દિવસે તેમને ટ્રેનથી તેમના રાજ્યમાં મોકલવામાં આવશે.

દિલ્હીના વેસ્ટ વિનોદ નગરના રાજકીય સર્વોદય કન્યા વિદ્યાલય ઉપરાંત દિલ્હીની કેટલીક અન્ય સ્કૂલોમાં પણ આ સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. પરંતુ મોટી સંખ્યામાં મજૂરો સવારથી જ એક સ્કૂલની બહાર ભેગા થયા છે.

હેવ હાલાત એવા થઈ ગયા છે કે મજૂરોની લાઈન સ્કૂલથી લઇને NH-24 પર ઘણી દૂર સુધી લાગી છે. સ્કૂલની બહાર લોકોના ટોળા એકઠા થયા છે.

બાળકો, વૃદ્ધો અને મહિલાઓ રસ્તા પર જ કેટલાક કલાકોથી તડકામાં બેઠેલા જોવા મળ્યા. એટલું જ નહીં સ્કલૂની અંદરની તસવીર પણ જુદી નથી. અંદર પણ આ લોકોના સ્ક્રીનિંગ માટે પાસે પાસે બેઠેલા જોવા મળ્યા હતા. જ્યાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું નથી.

દેશની રાજધાનીના એક રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની બેદરકારી જોખમ ભરી છે. તેનાથી સંક્રમણ ફેલાવવાનો ખતરો થઈ શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link