Kim Jong Un: સામે આવી તાનાશાહ કિમ જોંગ ઉનની પુત્રીની તસવીરો, પરમાણુ મિસાઇલ લોન્ચિંગ દરમિયાન રહી હાજર
મિસાઇલ લોન્ચિંગ દરમિયાનની આ તસવીરમાં કિંમગ જોંગ પોતાની પુત્રી સાથે જોવા મળ્યા છે. આ પહેલા સુધી તેમની પુત્રીના કોઈ સમાચાર નહોતા. દેશની સરકારી ન્યૂઝ એજન્સી KCNA તરફથી જારી આ ફોટોમાં જણાવવામાં આવ્યું કે કિમ પોતાની પુત્રીની સાથે છે.
એજન્સીએ જણાવ્યું કે બંને Hwasong-17 ICBM મિસાઇલના ટેસ્ટિંગ દરમિયાન તેનું નિરીક્ષણ કરી રહ્યાં હતા. પરંતુ ન્યૂઝ એજન્સીએ કિમ જોંગ ઉનની પુત્રીનું નામ જાહેર કર્યું નથી, પરંતુ કહેવામાં આવે છે કે તેનું નામ Ju Ae જેની ઉંમર 12 કે 13 વર્ષ છે.
માનવામાં આવે છે કે કિમ જોંગને ત્રણ બાળકો છે. તેમાં બે પુત્રી અને એક પુત્ર છે. વિશ્લેષકોનું કહેવું છે કે કિમ જોંગની પુત્રીનું અચાનક પોતાના પિતાની સાથે સામે આવવાથી સંકેત મળે છે કે ઉત્તર કોરિયાની સત્તા આવનારા સમયમાં કિમ પરિવારની ચોથી પેઢીને મળી શકે છે.
2013માં સેવાનિવૃત્ત અમેરિકી બાસ્કેટબોલ સ્ટાર ડેનિલ રોડમેને જણાવ્યું હતું કે કેમની જૂએ નામની એક પુત્રી છે. તે જ્યારે 2013માં ઉત્તર કોરિયાની યાત્રા પર હતા તો કિમ અને તેના પરિવારની સાથે સમય પસાર કર્યો હતો. આ દરમિયાન તેણે બાળકીને રમાડી પણ હતી. કિમની મોટી પુત્રી આગામી 4-5 વર્ષમાં મિલિટ્રી સર્વિસમાં જવા માટે યોગ્ય થઈ જશે.
કિમની પત્નીનું નામ રી સોલ-જૂ છે, જેનો જન્મ 28 સપ્ટેમ્બર 1989માં થયો હતો. રિપોર્ટ પ્રમાણે સોલ પહેલા ચીયરલીડરનું કામ કરતી હતી. કિમ અને સોલના લગ્ન ક્યારે થયા, તેની કોઈ માહિતી નથી. પરંતુ 2012માં અચાનક ત્યાંના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સોલ કિમની પત્ની છે.
રી સોલ જાહેરમાં ખુબ ઓછી જોવા મળે છે. પરંતુ તેને મિસાઇલ ટેસ્ટ લોન્ચની ઉજવણી કરતા કિમની સાથે ઘણીવાર જોવામાં આવી છે. હવે શુક્રવારે કિમની પુત્રીની તસવીર વાયરલ થઈ છે, જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્ટિંગ દરમિયાન કિમની પત્ની રી સોલ પણ હાજર હતી.
રિપોર્ટ પ્રમાણે કિમ જોંગ ઉનના લગ્ન અને તેની પત્નીને પ્રથમ બાળક 2010માં થયું હતું અને ત્રીજા સંતાનનો જન્મ 2017માં થયો હતો. જે પુત્રી સાથે તે મિસાઇલ ટેસ્ટ દરમિયાન જોવા મળ્યા તે સૌથી મોટી છે.
કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ છે અને તે પોતાના ભાઈને દેશ ચલાવવામાં યોગદાન આપે છે. વચ્ચે કિમ જોંગ ઉન બીમાર થયા હતા ત્યારે સારા દરેક કામ જોઈ રહી હતી. જાણવા મળ્યું છે કે આ રીતે કિમ જોંગ ઉન પોતાની પુત્રીને પણ સત્તામાં સામેલ કરી શકે છે.