Nostradamus Predictions: 2020માં કોરોનાએ મચાવ્યો હાહાકાર, હવે 2021માં આ સંકટ માટે રહો તૈયાર!

Wed, 16 Dec 2020-9:01 am,

નોસ્ટ્રાડેમસના પુસ્તક મુજબ એક રશિયન વૈજ્ઞાનિક એવું બાયોલોજિકલ વેપન અને વાયરસ બનાવશે કે જે માણસોને ઝોમ્બી (Zombie) બનાવી દેશે. 

નોસ્ટ્રાડેમસે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે દુનિયાનો અંત નજીક હશે ત્યારે અકાળ, ભૂકંપ, જાત જાતની બીમારીઓ, અને મહામારીઓ તે અગાઉ સંકેત આપશે. જેમ હાલના સમયમાં જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસ મહામારી તેની શરૂઆત માની શકાય છે, જેણે આખી દુનિયાને હચમચાવી દીધી છે. આ એક એવો અકાળ હશે, જેનો સામનો દુનિયાએ પહેલા ક્યારેય કર્યો નથી. 

નોસ્ટ્રાડેમસના જણાવ્યાં મુજબ 2021માં સૂર્યની તબાહી પૃથ્વીના ક્ષતિગ્રસ્ત થવાના કારણે થશે. પુસ્તકમાં ચેતવણી આપતા તેમણે સમુદ્ર તળ વધવાના અને પૃથ્વી તેમા સમાઈ જવાની વાત પણ કરી હતી. જળવાયુ પરિવર્તનનું આ નુકસાન યુદ્ધ અને ઘર્ષણની સ્થિતિ પેદા કરશે. રિસોર્સ માટે દુનિયામાં ઝઘડા શરૂ થશે અને લોકો પલાયન કરશે. 

નોસ્ટ્રાડેમસે એક 'ક્વાટ્રેન'માં પૃથ્વી સાથે ધૂમકેતુ ટકરાવવાની વાત પણ કરી છે. જે ભૂકંપ અને અનેક પ્રકારની પ્રાકૃતિક આફતોનું કારણ બનશે. પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ આ એસ્ટેરોઈડ ઉકળવાનું શરૂ કરશે. આકામાં તે નજારો 'ગ્રેટ ફાયર' જેવું  હશે. 

NASAના વૈજ્ઞાનિકોએ અગાઉ એક મોટા ધૂમકેતુની પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના વ્યક્ત કરેલી છે. આ વખતે તેને વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે. કારણ કે 2009 KF1 નામનો આ એસ્ટેરોઈડ 6 મે 2021ના રોજ પૃથ્વી સાથે ટકરાય તેવું જોખમ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એસ્ટેરોઈડની તાકાત 1945માં હિરોશીમા પર અમેરિકા દ્વારા ફેકાયેલા પરમાણુ બોમ્બ કરતા 15 ઘણી વધુ હશે. 

નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી મુજબ એક ભૂકંપ 'ન્યૂ વર્લ્ડ'ને તબાહ કરી દેશે. કેલિફોર્નિયાને તેનું લોજિકલ પ્લેસ કહી શકો છો. જ્યાં આ ઘટના ઘટી શકે છે. કુદરતી આફતો અને ત્રાસદીઓ અંગે અગાઉ પણ નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી એકદમ સાચી ઠરી છે. 

માનવ જાતિને બચાવવા માટે અમેરિકી સૈનિકોને ઓછામાં ઓછું મગજ સ્તરે સાઈબોર્ગ્સ (Cyborg) ની જેમ બદલવામાં આવશે. જેનો બ્રેઈન ચિપ(Brain Chip) તરીકે ઉપયોગ કરાશે. આ ચિપ માણસના મગજની બાયોલોજિકલ ઈન્ટેલિજન્સને વધારવાનું કામ કરશે. જેનો અર્થ એ થયો કે આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ને આપણી બુદ્ધિ અને શરીરમાં સામેલ કરીશું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link