દુબઈ નહીં ભારતના આ પાડેશી દેશમાં મળે છે સૌથી સસ્તુ સોનું, 1 રૂપિયો પણ લાગતો નથી ટેક્સ, વીઝાની પણ જરૂર નહીં!
જ્યારે સોનાની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ મનમાં આવે છે તે છે દુબઈ. ત્યાંના વૈભવી જીવનમાં બધે સોનું જ દેખાય છે. આ ઉપરાંત દુબઈમાં સોનું પણ ઘણું સસ્તું છે. જો તમે પણ માનતા હોવ કે દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં મળે છે તો એવું નથી. વિશ્વમાં સૌથી સસ્તું સોનું ભૂતાનમાં મળે છે. હા, ભારતના પાડોશી દેશ ભૂટાનમાં સોનાના ભાવ ખૂબ જ નીચા છે. તેથી, જો તમે પણ સોનું ખરીદવા માંગતા હો, તો તમારી બેગ અને ખિસ્સા તૈયાર કરો અને ભૂટાન માટે રવાના થઈ જાઓ.
ભુતાનમાં સસ્તુ સોનું મળવાના ઘણા કારણો છે, પરંતુ સૌથી મોટું કારણ એ છે કે ભુતાનમાં સોનું ટેક્સ ફ્રી છે. કોઈ ટેક્સ ન હોવાને કારણે ભૂતાનમાં સોનાના ભાવ ખૂબ જ નીચા છે. આ સિવાય ભૂતાનમાં સોના પરની આયાત ડ્યૂટી પણ ઘણી ઓછી છે.
ભૂતાન અને ભારતના ચલણના ભાવમાં બહુ તફાવત ન હોવાથી ભારતીયો માટે ભુતાનથી સોનું ખરીદવું એ નફાકારક સોદો છે. દુબઈમાં સોનાની કિંમત કરતાં ભૂટાનમાં સોનાની કિંમત લગભગ 5 થી 10 ટકા સસ્તી છે.
ભૂતાનમાં સોનું ખરીદવા માટે અમુક શરતોનું પાલન કરવું જરૂરી છે. આ માટે પ્રવાસીઓએ ભૂટાન સરકાર દ્વારા પ્રમાણિત હોટેલમાં ઓછામાં ઓછી એક રાત રોકવી પડશે. ઉપરાંત, સોનું ખરીદવા માટે અમેરિકન ડોલર લાવવા પડે છે. આ ઉપરાંત, તમારે દરેક પ્રવાસી પાસેથી વસૂલવામાં આવતી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF) પણ ચૂકવવી પડશે, જે ભારતીયો માટે પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 1,200-1,800 રૂપિયા છે.
આ તમામ શરતોનું પાલન કર્યા પછી, કોઈપણ પ્રવાસી ભૂટાનમાં ડ્યુટી ફ્રી શોપમાંથી સોનું ખરીદી શકે છે. આ દુકાનો ભૂટાનના નાણા મંત્રાલયની માલિકીની છે. ઉપરાંત, પ્રવાસીઓએ સોનું ખરીદવા માટે રસીદ લેવી જરૂરી છે.