Photos : દીપિકા હવે એવા પાત્રમાં દેખાશે, કે અન્ય અભિનેત્રીઓને આવશે ઈર્ષા
દીપિકાએ કહ્યું કે, હું દ્રૌપદીનું પાત્ર ભજવવા માટે બહુ જ રોમાંચિત અને સમ્માનિત અનુભવી રહી છું. મારું માનવું છે કે આવું પાત્ર સમગ્ર જીવનકાળમાં એકવાર જ ભજવવા મળે છે.
તેણે કહ્યું કે, મહાભારત પોતાની પૌરાણિક કથાઓ અને સાંસ્કૃતિક પ્રભાવ માટે લોકપ્રિય છે. સાથે જ જીવનના અનેક સબક પણ મહાભારતમાંથી પ્રાપ્ત થયા છે. પરંતુ આ સબક સૌથી વધુ તેના પુરુષ પાત્રોમાંથી મળે છે.
દીપિકાએ કહ્યું કે, તેને નવા દ્રષ્ટિકોણ સાથે બતાવવું ન માત્ર રસપ્રદ હશે, પરંતુ બહુ જ મહત્વપૂર્ણ પણ હશે.
આ ફિલ્મ અનેક સીરિઝમાં બનશે, તેનો પહેલો પાર્ટ દિવાળી 2021માં રિલીઝ થશે.
મધુ મંટેનાએ જણાવ્યું કે, આપણે બધા મહાભારતને સાંભળતા, જોતા અને વાંચતા આવ્યા છીએ. આવામાં દ્રોપદીના દ્રષ્ટિકોણથી તેની વાત અમારા માટે બહુ જ વિશેષ બની રહેશે. આ પાત્રમાં આપણી સાંસ્કૃતિક ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ નાયિકાઓમાંથી એક છે.