Mukesh Ambani ની સિક્યોરિટીમાં રહે છે NSGના ઘાતક કમાન્ડોઝ, લોખંડી કિલ્લાથી ઓછું નથી એન્ટીલિયા
મુકેશ અંબાણીને (Mukesh Ambani) Z+ સિક્યોરિટી કવર મળેલું છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં તહેનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ એટલે SPG પછી આ ભારતનો સૌથી મોટો સુરક્ષા કાફલો છે. આ સિક્યોરિટી કવર એટલું મહત્વનું છે, તેનો અંદાજ એ વાતથી લગાવી શકો છો કે અત્યાર સુધી માત્ર 17 લોકોને જ Z+ સિક્યોરિટી (Z+ Security) આપવામાં આવી છે. તે અંતર્ગત મુકેશ અંબાણીની સુરક્ષામાં 55 હાઈલી ટ્રેઈન સુરક્ષાકર્મી હંમેશા તહેનાત રહે છે. આ કવરમાં ઓછામાં ઓછા 10 કમાન્ડો નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (NSG)ના હોય છે. બધા સુરક્ષાકર્મી માર્શલ આર્ટ્સમાં ટ્રેઈન હોય છે. તેમની પાસે ઘાતક MP5 ગન હોય છે. અને એકથી એક ચઢિયાતી કમ્યુનિકેશન અને સિક્યોરિટી ગેજેટ્સ પણ હોય છે.
અંબાણીને વર્ષ 2013માં Z સિક્યોરિટી આપવામાં આવી હતી. જેને નરેન્દ્ર મોદી સરકારે વધારીને Z+ કરી દીધી. જ્યારે અંબાણી પોતાના રાજ્યમાં હોય છે ત્યારે સંપૂર્ણ સુરક્ષા તેમની સાથે હોય છે. બહાર જાય ત્યારે કેટલાંક કમાન્ડો તેમની સાથે જાય છે. અને સંબંધિત રાજ્ય બીજી સુરક્ષાની વ્યવસ્થા કરે છે. 24 કલાક મળનારી આ સુરક્ષાનો ખર્ચ મુકેશ અંબાણીને જાતે ઉઠાવવો પડે છે. એક અનુમાન પ્રમાણે Z+ સિક્યોરિટી માટે મુકેશ અંબાણી દર મહિને લગભગ 22 હજાર ડોલર એટલે લગભગ 16 લાખ રૂપિયાનું બિલ ચૂકવે છે. આ ખર્ચ ઉપરાંત સુરક્ષાકર્મીઓને રહેવા-ખાવાની વ્યવસ્થા પણ અંબાણીએ કરવાની હોય છે.
અંબાણી માત્ર સરકારી સુરક્ષાના ભરોસે નથી. તેમની પોતાની ખાનગી સુરક્ષા પણ છે. જેમાં NSGના રિટાયર્ડ કર્મચારીઓ ઉપરાંત સેના અને પેરામિલિટરી ફોર્સના રિટાયર્ડ જવાન પણ હોય છે. અંબાણીની બધી ગાડીઓ હથિયારબંધ અને બુલેટપ્રૂફ છે. તે પોતાના ઘરથી સુરક્ષા કાફલા વિના નીકળતા નથી. આખો કાફલો સાથે ચાલે છે.
મુંબઈમાં આવેલ મુકેશ અંબાણીનું મેન્શન એન્ટીલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એક છે. ચાર લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ બિલ્ડીંગ સાઉથ મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલ છે. 27 માળની આ બિલ્ડીંગનો દરેક ફ્લોર લગભગ બે માળ બરાબર છે. તેની ડિઝાઈન એવી છે કે રિક્ટર સ્કેલ પર 8 તીવ્રતાના ભૂકંપને સરળતાથી સહન કરી શકે છે. એન્ટીલિયાની સિક્યોરિટી પ્રાઈવેટ હાથમાં છે. ખાનગી સુરક્ષા ગાર્ડ્સ 24 કલાક અહીંયા તહેનાત રહે છે. તે સિવાય મુંબઈ પોલીસની ટીમ પણ તહેનાત હોય છે.
એન્ટીલિયાની છત પર 3 હેલિપેડ છે. જે માત્ર અંબાણી પરિવારની સુવિધા માટે જ નથી પરંતુ કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક બહાર નીકળવા માટે પણ જરૂરી છે. બિલ્ડીંગમાં 9 એલિવેટર્સ છે. 27 માળમાંથી 6 તો માત્ર અંબાણી પરિવારની કાર રાખવા માટે છે. રિક્રિએશન સેન્ટર છે. જેમાં જિમ,સ્પા, અનેક સ્વીમિંગ પુલ, જકૂજી, યોગા અને ડાન્સ સ્ટુડિયો જેવી સુવિધાઓ છે. અંબાણી પરિવાર બિલ્ડીંગના ટોપ ફ્લોર પર રહે છે. 27 માળની આ બિલ્ડીંગમાં એક ગાર્ડન પણ છે અને પર્યાવરણને જોતાં વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એન્ટીલિયામાં લગભગ 600 લોકો કામ કરે છે. જેમાં સિક્યોરિટી ગાર્ડસ ઉપરાંત અન્ય કર્મચારી પણ સામેલ છે.
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને વાય શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. જેમાં CRPFના 10 કમાન્ડો સાથે હોય છે. તેના ખર્ચની ચૂકવણી નીતા અંબાણી કરે છે.