NTPC Green IPO: આવી રહ્યો છે 10 હજાર કરોડનો એનટીપીસી ગ્રીનનો આઈપીઓ, 4 બેન્કોને પસંદ કરવામાં આવી

Thu, 11 Apr 2024-8:04 pm,

ભારતીય સ્ટોક માર્કેટમાં એક બાદ એક આઈપીઓ આવી રહ્યાં છે. ઈન્વેસ્ટર પણ નાના-મોટા આઈપીઓ પર રોકાણ કરી રહ્યાં છે. હવે એનટીપીસી ગ્રીન એનર્જી પણ આ વહેતી ગંગામાં હાથ ધોવા માટે લગભગ 10000 કરોડ રૂપિયાનો આઈપીઓ લઈને આવી રહી છે. આ આઈપીઓ એલઆઈસી દ્વારા 2022માં લાવવામાં આવેલા આઈપીઓ બાદ કોઈ જાહેર ક્ષેત્રની કંપની દ્વારા લાવવામાં આવી રહેલો સૌથી મોટો ઈશ્યૂ છે. એનટીપીસી ગ્રીન એનર્જી આઈપીઓથી આવનાર પૈસાનો ઉપયોગ સોલર એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન અમોનિયા જેવી વસ્તુ પર કરશે. આ મોટા આઈપીઓ માટે કંપનીએ 4 ઈન્વેસ્ટમેન્ટ બેન્કોની પસંદગી પણ કરી લીધી છે.

મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર લગભગ 12 ઈન્વેસ્ટમેન્ટ બેન્કોએ આ આઈપીઓમાં રૂચિ દર્શાવી હતી. સૂત્રોના ગવાલાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે એનટીપીસી ગ્રીન એનર્જીએ તેમાંથી આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ ફંડ સિક્યોરિટીઝ, એચડીએફસી બેન્ક, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટને આઈપીઓ મેનેજ કરવા માટે પસંદ કર્યાં છે. આ દોડમાં ગોલ્ડમેન સૈક્સ, એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને ડેમ કેપિટલ જેવી મોટી ઈન્વેસ્ટમેન્ટ બેન્ક પણ સામેલ હતી. 

એનટીપીસીએ એપ્રિલ 2022માં એનટીપીસી ગ્રીનની રચના કરી હતી. આ તેની 100 ટકા માલિકીવાળી સબ્સિડિયરી છે. આ પહેલા એનટીપીસીએ પોતાની સબ્સિડિયરીનો 20 ટકા ભાગ કોઈ મોટા ઈન્વેસ્ટરને આપવાનો પ્રયાસ કર્યો હતો. મલેશિયાની દિગ્ગજ એનર્જી કંપની પેટ્રોનાસ  (Petronas)એ આ ભાગીદારી માટે લગભગ 46 કરોડ ડોલરની બિડ લગાવી હતી. પરંતુ એનટીપીસીએ બાદમાં ભાગીદારી ન વેચવાનો નિર્ણય કર્યો હતો.

એનટીપીસી ગ્રીન એનર્જીના સીઈઓ મોહિત ભાર્ગવે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં જ આઈપીઓ આવશે. તેમણે કહ્યું કે એનટીપીસી ગ્રીન અત્યારે 8 ગીગાવોટ ક્ષમતાના પ્લાન્ટ પર કામ કરી રહી છે. તેને વધારી 25 ગીગાવોટ સુધી લઈ જવાનું છે. આ કારણ છે કે કંપની જલ્દીથી જલ્દી આઈપીઓ લાવવા ઈચ્છે છે. આ પહેલા એલઆઈસીનો મે 2022માં 21 હજાર કરોડ રૂપિયાનો વિશાળ આઈપીઓ આવ્યો હતો. નવેમ્બર 2023માં આવેલા ઇરેડાના 2150 કરોડના આઈપીઓને પણ ઈન્વેસ્ટરોએ વધાવી લીધો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link