Weird Facts: Nude City તરીકે જાણીતું છે આ શહેર, મોલ, બીચ, રેસ્ટોરા બધે કપડાં વગર ઘૂમતા હોય છે લોકો
ફ્રાન્સના દરિયા પાસે ગામ તરીકે એક રિસોર્ટ France Seaside Resort વસેલો છે. જેનું નામ Cap d'Agde છે. આ ગામ પોતાની અનોખી લાઈફ સ્ટાઈલ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
Cap d'Agde દુનિયાની એકમાત્ર જગ્યા છે જ્યાં પર્યટકો દૂર દૂરથી ન્યૂડ ટુરિઝમ માટે આવે છે. અહીં આવેલા લોકો કપડાં વગર ઘૂમી શકે છે. કોઈ રોકટોક હોતી નથી.
આ ન્યૂડ સિટીમાં લોકો શોપિંગ મોલ, અને રેસ્ટોરામાં પણ કપડાં વગર ઘૂમી શકે છે. તેમણે કપડાને લઈને કોઈ પણ પ્રતિબંધોનો સામનો કરવો પડતો નથી. ઉનાળામાં લગભગ 50 હજાર લોકો અહીંની ન્યૂડ લાઈફની મજા માણવા પહોંચે છે.
Cap d'Agde હનીમૂન ડેસ્ટિનેશન તરીકે દુનિયાભરમાં જાણીતુ છે. અહીં આવનારા કપલ્સ બિન્દાસ થઈને ક્યાંય પણ ઘૂમી શકે છે.
જ્યાં એક બાજુ Cap d'Agde માં કપડાં વગર ઘૂમવાની આઝાદી છે ત્યાં બીજી બાજુ જાહેર સ્થળો પર પાર્ટનર સાથે ઈન્ટેમેટ થવાની સ્થિતિમાં દંડની જોગવાઈ પણ છે. જાહેરમાં રોમાન્સ કર્યો તો લગભગ 12,860 પાઉન્ડનો ભારેભરખમ દંડ લાગી શકે છે. આ સાથે જ આ શહેરમાં રહેવા માટે પણ ફી ચૂકવવી પડે છે. ફક્ત એટલું જ નહીં અહીં કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફીની પણ મનાઈ છે.