Nurse એ નોકરી છોડી પોતાના `પેલા` Photos શેર કરવાનું શરૂ કર્યું, હવે લાખોમાં કરે છે કમાણી!
'ધ સન'ની રિપોર્ટ મુજબ, Allie Raeને પોતાની નર્સની નોકરી કરવી ખુબ ગમતી હતી. જો કે જ્યારે તેને પોતાની નોકરી અને OnlyFans એકાઉન્ટમાંથી કોઈ પણ એક નક્કી કરવા કહેવામાં આવ્યું, ત્યારે તેણે બીજો વિકલ્પ લીધો. હોસ્પિટલમાં કેટલાક સહકર્મીઓએ Raeની ફરિયાદ કરી હતી કે તે ઓનલાઈન પોતાના હોટ ફોટોઝ અપલોડ કરે છે. ત્યારબાદ હોસ્પિટલ પ્રશાસને તેમને તાત્કાલિક OnlyFans એકાઉન્ટ ડિલીટ કરવા કહ્યું, જેનો Allie Raeએ ઈન્કાર કરી દીધો. આ ઘટના બાદ તેણે પોતાની નર્સિંગની નોકરી છોડવી પડી.
Allie Raeએ કહ્યું કે, ''મેં OnlyFans પર રહેવા નક્કી કર્યું છે, કારણ કે મને તેમાં મજા આવે છે અને મારી કમાણીનો આંકડો પણ મારી નોકરી કરતા વધુ છે. આજે મારી મહિનાની કમાણી આશરે 65,000થી 75,000 ડોલર છે. ભારતીય ચલણ મુજબ આ કમાણી 55.70 લાખથી વધુ રૂપિયા છે.
Raeએ 17 વર્ષની ઉંમરમાં નેવીમાં જોડાઈ હતી. ત્યારબાદ તેના લગ્ન થઈ ગયા અને 2 બાળકો થયા. New Orleansમાં રહેતા દરમિયાન તેમણે ‘Katrina’ તોફાને મચાવેલી તબાહી નિહાળી, ત્યારે તેણે નૌસેના છોડી નર્સિંગ સ્કૂલમાં નોકરી મેળવી. 37 વર્ષીય Raeએ કહ્યું, ''મને અહેસાસ થયો કે ભગવાને મને બીજાની મદદ કરવા માટે મોકલી છે. એટલે મેં નર્સિંગને મારૂ કરિયર બનાવી લીધું છે.
Raeએ હોસ્પિટલમાં લેબર અને ડિલીવરી ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે, જો કે એક બાળકનું ખરાબ સ્વાસ્થ્ય જોઈ તે NICUમાં પોતાની સેવા આપવા લાગી. Allie Raeએ કહ્યું કે કામના થાક બાદ તેણે અમસ્તા જ પોતાની Revealing Photos OnlyFans પર પોસ્ટ કરવા લાગી અને ફેમસ થઈ ગઈ. ગત વર્ષે ડિસેમ્બરમાં કોરોના મહામારી દરમિયાન Allie Raeના કેટલાક સહકર્મીઓએ હોસ્પિટલ પ્રશાસનને એક ફરિયાદ કરી. શરૂઆતમાં તેને માત્ર ચેતવણી આપી જવા દીધી.
ફરિયાદના થોડા સમય બાદ હોસ્પિટલની અન્ય નર્સે Allie Raeના એકાઉન્ટ અને તસ્વીરોના સ્ક્રિનશોટ લઈ ફરી હોસ્પિટલ પ્રશાસનમાં તેની ફરિયાદ કરી. આ વખતે Rae પાસે 2 રસ્તા હતા. ત્યારે તેણે OnlyFans એકાઉન્ટમાં ચાલુ રાખવા નક્કી કર્યું. (ફોટો સોર્સ: Instagram/Allie Rae)