`ક્યારેય સ્કૂલમાં પણ નથી ગઈ કે ઘરમાં કોઇને અંગ્રેજી પણ નથી આવડતું`, છતાં આ બાળકી બોલે છે કરકરાટ અંગ્રેજી
એક બાળકીના પરિવારમાં કોઇને પણ અંગ્રેજી આવડતું નથી, પરંતુ પાપા પગલી ભરતી બાળકી શાળાએ પણ ગઈ નથી અને છતા અંગ્રેજી બોલે છે. એ તો બધુ સમજ્યા પણ જમતી વખતે કાંટાની ચમચીમાં ખાવાનું પસંદ કરે છે. બાળકી જે પ્રકારે અંગ્રેજીમાં વાત કરે છે તેને લઇને આડોશી પાડોશી સહિત સગા સંબંધીઓ પણ અંગ્રેજ કહીને બોલાવે છે.
હાલ આ બાળકીની ઉંમર સાડા ત્રણ વર્ષની છે. પરંતુ તે ગુજરાતી કે હિન્દી ભાષા નથી બોલતી માત્ર અંગ્રેજી ભાષા જ બોલી શકે છે. બાળકી અંગ્રજી ભાષા કયાથી શીખી ગઇ તેની કોઇને ખબર નથી. તેમના પિતા એક ડાયમંડ વર્કર છે અને માતા ગૃહિણી છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ ક્યારેય વિદેશ પણ ગયા નથી છતા આવો ચમત્કાર કઇ રીતે તે એક પ્રશ્ન છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના અમરોલી છાપરા ભાઠા વિસ્તારમાં રહેતા એક પટેલ પરિવારમાં એવી બાળકીનો જન્મ થયો છે. જેની અંગ્રેજી ભાષાને લઈને પરિવાર સહિત આખેઆખી સોસાયટી મુંજવણમાં છે.
બાળકીના પિતાનું નામ પરેશ પટેલ અને માતાનું નામ નેન્સી બેન પટેલ છે. તેઓ અંગ્રેજી જાણતા નથી, જેના કારણે પોતાની બાળકીને ઉછેરવામાં ઘણી તકલીફો પડી રહી છે.
બાળકી જ્યારથી બોલતી થઇ છે ત્યારથી એ અંગ્રેજીમાં જ વાત કરે છે. બાળકી માત્ર અંગ્રેજી ભાષા જ નથી બોલતી, ખાવાની, સૂવાની અને સૂઈને ઉઠવાનો સમય પણ વિદેશી લોકોની જેમ છે. બાળકીના માતા પિતા બાળકીની ભાષા અને રહેણી કરનીને લઈને પુનર્જન્મ કે ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.