જો ક્રૂડ ઓઇલ 50 ડોલર પર આવી જશે તો શું સારા દિવસો આવશે? જાણો ભારત પર પડશે શું અસર
મુખ્ય ઓઇલ આયાતકાર દેશ ભારત અને દક્ષિણ આફ્રીકાની અર્થવ્યવસ્થા ક્રૂડના ભાવ ઘટતાં વધુ મજબૂત થશે. બ્લૂમબર્ગના અહેવાલ ક્રૂડના ભાવમાં 10 ડોલર પ્રતિ બેરલના ઘટાડાનો અર્થ છે ક્રૂડ આયાત કરનાર દેશોના જીડીપીમાં 0.5% થી 0.7% વધારો થશે. એટલે કે ભારતની અર્થવ્યવસ્થા વધુ મજબૂત થશે. દેશનો વિકાસ દર વધી જશે. સાથે જ મોંઘવારી પણ ઘટી જશે.
ક્રૂડના ભાવ નીચે આવવાથી ભારતમાં મોંઘવારી વધુ ઘટશે. કેંદ્રીય બેંકને વ્યાજદરમાં ઘટાડો કરવાની તક મળશે. ક્રૂડ સસ્તુ થવાથી ડીઝલના ભાવ વધુ નીચે આવશે. ડીઝલનો ઉપયોગ સૌથી વધુ રેલવે-રોડ ટ્રાંસપોર્ટમાં થાય છે. તેના માધ્યમથી રોજબરોજની જરૂરી વસ્તુઓ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી તથા અન્ય વસ્તુઓને અહીંથી ત્યાં મોકલવામાં આવે છે. સાથે જ કાચા માલની પણ સપ્લાય પણ થાય છે. તેનાથી રોજબરોજની વસ્તુઓનું ટ્રાંસપોર્ટેશન સસ્તુ થશે અને ભાવ નીચે આવશે.
ક્રૂડના ભાવમાં ઘટાડાથી અમેરિકા, રૂસ, સાઉદી અરબ તથા અન્ય ઓઇલ ઉત્પાદક દેશોની આવક પ્રભાવિત થશે. ત્યાંના કેંદ્રીય બેંકો પર વ્યાજ દર વધારવાનું દબાણ વધી જશે. સાઉદી અરબ રૂસ અને અમેરિકા બંને પર નિર્ભર છે. તે આ બંને દેશો સાથે તાલમેલ રાખીને ઓઇલનું ઉત્પાદન કરે છે જેથી કિંમતો પ્રભાવિત ન થાય. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાડી દેશોની અર્થવ્યવસ્થા 3 થી 5 ટકા સુધી પ્રભાવિત થશે. તો બીજી તરફ યૂએઇ, રૂસ અને નાઇજેરિયાની જીડીપી પર બે ટકા સુધી અસર પડી શકે છે.
ગ્રુપ 20થી વધુ અઠવાડિયાના અંતમાં મીટિંગ પ્રસ્તાવિત છે. સાઉદી અરબની સાથે રૂસ અને અમેરિકાની નજર તેના પર ટકેલી છે. ત્યારબાદ આગામી અઠવાડિયે 6 ડિસેમ્બર 2018ની બેઠક છે. આ બેઠકો બાદ જ ક્રૂડના ભાવ પર અસર પડશે, તે સ્પષ્ટ થઇ જશે.