OLA તમિલનાડુમાં બનાવશે દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રીક સ્કુટરની ફેક્ટરી, જલદી જ શાનદાર માઈલેજથી સજ્જ ઈલેક્ટ્રીક સ્કુટર કરશે લોન્ચ
OLAના ઈલેક્ટ્રીક સ્કુટરનું ETERGO APPSCOOTER પર આધારિત છે. ઓલા કેબ્સે મે, 2020માં નેધરલેન્ડમાં સ્થિત ઈલેક્ટ્રીક સ્કુટર કંપની ETERGO સાથે અધિગ્રહણ કર્યું. આ સ્કુટરમાં એક સ્વૈપેબલ હાઈ-એનર્જી ડેંસિટી બેટરી પેક મળે છે. અને કંપનીના દાવા મુજબ ફુલ ચાર્જ કરવામાં આવતા આ સ્કુટર 240 કિલોમીટર સુધી ચાલી શકે છે. ETERGO APPSCOOTER માત્ર 3.9 સેકન્ડમાં 0-45ની સ્પીડ ઝડપી લે છે. આ સ્કુટરમાં સીટ નીચે 50 લિટરની લાર્જ સ્ટોરેજ સ્પેસ મળે છે.
OLA ETERGO સ્કુટરમાં બ્લુટુથ કનેક્ટિવિટી TFT ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફિચર આપવામાં આવ્યા છે. આ સ્કુટરની કિંમત એક લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સ્કુટરમાં સ્વૈપેબલ બેટરી ડિસ્ચાર્જ થતા તેને બહાર કાઢી બીજી ચાર્જ બેટરી લગાવી શકાય છે. આ સ્કુટરમાં 3kWHની કેપેસિટીવાળી બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઈલેક્ટ્રીક મોટર 5.36 BHPનો પાવર અને 16NMનો ટોર્ક જનરેટ કરે છે.
ઓલાએ 330 મિલિયન ડોલરની મદદથી તમિલનાડુના કૃષ્ણાગિરિ જિલ્લામાં 500 એકરની જમીનમાં એક મેગા ફેક્ટરીનું નિર્માણ કરવા જઈ રહી છે. કંપની આ જ પ્લાન્ટમાં ઈલેક્ટ્રીક સ્કુટર બનાવવાની યોજના બનાવી રહી છે. આ પ્લાન્ટ દુનિયાનું સૌથી મોટું ઈ-સ્કુટર પ્લાન્ટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓલા કંપની પોતાનું બેટરી પેક, મોટર, વાહન કોમ્પ્યુટર અને સોફ્ટવેરનું નિર્માણ અને એન્જીનીયરિંગ કરશે.
આ પ્લાન્ટમાં 10,000 કર્મીઓ એકસાથે કામ કરી શકે તે માટે 3000થી વધુ રોબોટનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઓલા ફેક્ટરીની છતને સોલાર પેનલથી ઢાંકવામાં આવશે. જેથી કંપની પોતાની વીજળીનું પણ ઉત્પાદન કરશે. આ પ્લાન્ટમાં દર 2 સેકન્ડમાં એક સ્કુટર બનશે. કંપનીની યોજના મુજબ વર્ષ 2022ના મધ્ય સુધીમાં એક કરોડ વાહનોનું નિર્માણ કરવાની આશા રાખવામાં આવી રહી છે. કંપનીની યોજના છે કે 2021ના અંત સુધીમાં સ્કુટરોને વિદેશ પણ મોકલવામાં આવશે.
ઓલા ઈલેક્ટ્રીક ન માત્ર સ્થાનિક પ્રતિદ્વંદ્વિયો ATHER ENERGY, HERO ELECTRIC અને BAJAJ AUTO સાથે મુકાબલો કરશે. પરંતુ NIU ટેક્નોલોજિઝ સહિત ચીની બ્રાન્ડને પણ પડકાર આપવાની તૈયારીમાં છે. ઓલાએ દાવો કર્યો છે કે આ પ્લાન્ટ થોડા દિવસોમાં ચાલુ થશે. અને થોડાક મહિનાઓની અંદર ઈ-સ્કુટરનું ઉત્પાદન શરૂ થઈ જશે. ઓલાએ દાવો કર્યો છે કે ઈન્ડસ્ટ્રી 4.0 ટેક્નોલોજીનો ઉપયોગ કરશે, છતાં મેગા ફેક્ટરીમાં 10,000થી વધુ લોકોને નોકરી મળશે.