ઓન લાઈન સગાઈનો જબરો કિસ્સો! કન્યા અને મુરતીયો કેનેડામાં અને સગાઇ વિધી ઉનામાં સંપન્ન થઈ
ઊનામાં રહેતા રામશીભાઇ તથા નયનાબેન વાળાની પુત્રી નીશીબેન વર્ષ 2023ના અભ્યાસ અર્થે ગયેલ જ્યારે વેરાવળ તાલુકાના ભાલકા ગામના આહીર અગ્રણી ભગાભાઇ તથા હંસાબેન સોલંકીનો પુત્ર રાકેશ વર્ષ 2020થી કેનેડામાં જોબ કરે છે. જ્યારે બન્ને પરીવારને છેલ્લા ઘણા સમયથી પારીવારીક સંબંધો હોય બન્ને પરીવારે તેમના પુત્ર-પુત્રીની સગાઇ નક્કી કરી અને સગાઇ નક્કી કર્યા બાદ કન્યા અને મુરતીયાને કેનેડાથી બોલાવે તો સમય અને પૈસાનો પણ ખર્ચ થાય.
ત્યારબાદ આજના ઇન્ટરનેટ યુગમાં ઓનલાઇન સગાઇ કરવાનું નક્કી કરવામાં આવ્યુ અને બ્રાહ્મણ પાસેથી તારીખ જોવડાવી અને સગાઇની નક્કી થતા નીશીબેનના મામા કિશોરભાઇ લાખોણાત્રાના ઘરે એલસીડી રાખવામાં આવ્યુ અને કેનેડાથી નિશી તેમજ રાકેશ ઓનલાઇન જોડાયા અને પારંપારીક રીતે સમાજના અગ્રણી સગાવહાલા તેમજ સ્નેહીજનો પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
બ્રાહ્મણ દ્રારા શાસ્ત્રો વિધીથી સગાઇ કરવામાં આવી હતી. અને સગાઇમાં 50 થી વધુ લોકો ઉપસ્થિત રહી કન્યા અને મુરતીયાને આર્શીવાદ આપ્યા હતા. આમ કન્યા અને મુરતીયો કેનેડામાં અને સગાઇ વિધી ઉનામાં સંપન્ન કરવામાં આવી હતી.
આ ઓનલાઇન સગાઇમાં આહીર સમાજે પારંપારીક સંસ્કૃતી જળવા રહે તે માટે ટ્રેડિશનલ ડ્રેસ સાથે રીત રીવાજોને ધ્યાને રાખી સગાઇ યોજી હતી. તેમજ ઉપસ્થિત આગેવાનોએ આર્શીવાદ પણ ઓનલાઇન પાઠવ્યા હતા સગાઇ પ્રસંગ હોય અને પારીવારીક મજાક મસ્તી પણ ઓનલાઇન...
સામાન્ય રીતે સગાઇ અને લગ્ન પ્રસંગોમાં પારીવારીક હસી મજાક મસ્તી થતી હોય છે. ત્યારે આ ઓનલાઇન સગાઇમાં પારીવારીક મજાક મસ્તી પણ ઓનલાઇન થતી હતી. અને પરીવારમાં ખુશી પણ અનોખી જોવા મળતી હતી..