ખબર છે!!! પ્રાણીઓને પણ થઇ શકે છે આજીવન કેદ, માનવભક્ષી દીપડાને દેખો ત્યાં ઠાર મારવાના આદેશ
ન માત્ર ગુજરાત પણ સમગ્ર દેશના મોટા ભાગના રાજ્યોમાં દીપડાની સંખ્યા જોવા મળે છે. દિવસે દિવસે તેમની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે અને જંગલ વિસ્તા ઘટતાં ખોરાકની શોધમાં તેઓ બહાર નીકળી રહ્યા છે. હાલમાં ઘટેલી ઘટનાઓનો પગલે માનવભક્ષી દીપડાને દેખો ત્યાં ઠાર મારવાના આદેશ છે, પણ જાણીને નવાઇ લાગશ કે દીપડો કાયદાથી રક્ષીત પ્રાણી છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં દીપડો શીડ્યુલ 1 માં આવે જે ને મારી શકાતો નથી.
દીપડો માનવ ભક્ષી હોવાનું સાબિત કરવું અઘરુ છે. કે મ કે જો કોઇ માણસ પર દીપડાએ હુમલા કરી તેનુ માંસ ખાધુ હોય અને તે ચારથી પાંચ દિવસમાં પકડાય તો દીપડાના મળ પરથી તે સાબિત થાય. પરંતુ જો દીપડાએ માનવ માંસ ખાદ્યા બાદ કોઇ બીજો શિકાર કર્યો હોય તો સાબિત કરવું અધરૂ પડે છે.
જો કોઇ દીપડ઼ો પકડાય અને તે માનવભક્ષી સાબિત થાય તો તેને સરકાર દ્વારા તૈયાર કરાયેલા રેસક્યુ સેન્ટર ખાતે આજીવન રાખવામાં આવે છે તેઓને માનવથી દુર રખાય છે.
દીપડો લુચ્ચું અને હોશીયાર પ્રાણી છે માત્ર 3 ફુટ ઉંચા ઘાસમાં છુપાઇ શકે છે મરઘીથી લઇ તમામ પ્રકારનો શિકાર કરે છે. મનુષ્ય તેના માટે સૌથી સોફ્ટ ટાર્ગેટ છે.
દીપડાથી બચવાના આસાન ઉપાય છે જે લોકો ખેતર કે વાડીમાં રહેતા હોય તે 4*6 નુ લોખંડનું પાંજરુ બનાવી તેમાં રાત્રી રોકાણ કરી શકે.
અમદાવાદ ઝુમાં પણ કેટલાક પ્રાણી છે જેમને આજીવન કેદ કરવામાં આવ્યા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં માનવીઓ પર હુમલા કરનાર 6 વાંદરાઓએ અહીં કેદ કરાયા છે.