Padma Awards 2022: રાષ્ટ્રપતિ ભવનમાં આ લોકોનું પદ્મ એવોર્ડથી સન્માન, પોતાના કામથી જીત્યું દેશનું દિલ
સરકાર ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પેરાલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુમિત અંતિલનું પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.
લદ્દાખમાં લાકડી પર શાનદાર નક્શી કામ કરનાર વુડ આર્ટિસ્ટ Tsering Namgyal નું રાષ્ટ્રપતિએ પદ્મ શ્રી એવોર્ડ આપીને સન્માનિત કર્યું છે.
ગાયિકા સુલોચના ચવનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ શ્રી એવોર્ડ પ્રદાન કર્યો છે.
બોલીવુડ ગાયક સોનૂ નિગમનનું સરકારે પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કર્યુ છે.
આયર્લેન્ડની શાળાઓમાં સંસ્કૃતને લોકપ્રિય બનાવનાર પ્રોફેસર Rutger Kortenhorst નું પણ સરકારે પદ્મ એવોર્ડથી સન્માન કર્યુ છે.
પાછલા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રમોદ ભગતનું પણ પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. પ્રમોદે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હિન્દુસ્તાનના ક્લાસિકલ ગાયિકા પ્રભા એત્રેનું સોમવારે પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. આ ભારત રત્ન બાદ દેશનું બીજુ સર્વોચ્ચ સન્માન છે.
ટોક્યોમાં પાછલા વર્ષે આયોજીત ઓલિમ્પિક ગેમ્સમાં ભાલા ફેંક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાનું પદ્મ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. નીરજ ચોપડાએ રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન સ્વીકાર્યું છે.
કોરોના મહામારીથી બચાવવા માટે દેશી ભારતીય વેક્સીન કોવૈક્સીન તૈયાર કરનાર ભારત બાયોટેકના એમડી કૃષ્ણ એલ્લા અને જોઈન્ટ એમડી સુચિત્રા એલ્લાનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવ્યું છે.
યુપીના પૂર્વ સીએમ અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ રહેલા કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. કલ્યાણ સિંહ તરફથી આ સન્માન તેમના પુત્ર રાજવીર સિંહે સ્વીકાર્યુ હતું.