ચૂંટણી પરિણામોમાં છવાઇ ભાજપની લહેર, પાકિસ્તાની મીડિયામાં પણ મોદી-મોદી
ભારત ઉપરાંત પાકિસ્તાની મીડિયા પણ ભારતની ચૂંટણી પર સતત નજર રાખી રહ્યા છે. ચૂંટણીના પરિણામોના દિવસ પાકિસ્તાનની પ્રમુખ અંગ્રેજી વેબસાઇટો પર મોદીની જીત સંબંધિત સમાચારો જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના પ્રમુખ અંગ્રેજી સમાચાર પત્ર 'ડોન'ની વેબસાઇટે એકતરફ જ્યાં લાઇવ અપડેટ્સની કોલમ ચાલુ રાખી છે તો બીજી તરફ પોતાના લીડ સમાચાર ભાજપની પ્રચંડ જીતને બનાવીને રાખ્યા છે. આ ઉપરાંત વેબસાઇટ પર એક વિશ્લેષણ પણ ચાલી રહ્યું છે જેમાં 5 કારણ જણાવવામાં આવ્યું છે જેના લીધે ભારતની જનતાએ પીએમ મોદીને વોટ આપ્યા. આ ઉપરાંત એક અન્ય સમાચારમાં એક અન્ય સમાચારમાં ચૂંટણી પરિણામો બાદ દેશના ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવી છે.
ડોનની માફક જ અંગ્રેજી સમાચાર પત્ર 'ધ નેશન'ની વેબસાઇટ પર પણ ચૂંટણીના પરિણામો સંબંધિત એક સમાચાર ચાલી રહ્યા છે જેમાં મોદીની આ જીતને ઐતિહાસિક ગણાવી છે.
ભારતની આ ચૂંટણીની ચર્ચા દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે અમેરિકાના બોસ્ટન અને શિકાગો શહેરમાં પણ લોકો ભાજપની આ જીતનો જોરદર જશ્ન મનાવી રહી છે. એટલું જ નહી ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલબોર્નમાં પણ ભાજપના સપોર્ટર જીતના ઉલ્લાસમાં જોવા મળી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપની આ જીતને એક તરફ જણાવી દીધું કે દેશમાં પ્રચંડ મોદી લહેર હજુપણ ચાલી રહી છે તો બીજી તરફ એક-એક વિદેશી નેતાઓની પણ શુભેચ્છાઓ સામે આવી રહી છે. સૌથી પહેલાં અમે વાત કરીશું પીએમ મોદીના ખાસ મિત્ર ઇઝરાઇલના વડાપ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂની. નેતન્યાહૂએ પીએમ મોદીને ટ્વિટર પર શુભેચ્છા આપી છે. ટ્વિટર પર તેમણે હિબ્રૂ ભાષામાં લખ્યું છે, ''ચૂંટણીમાં તમારી શાનદાર જીત માટે, મારા મિત્ર @નરેંદ્ર મોદી, તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી.'' આ સાથે જ ફરી એકવાર ભારત અને ઇઝરાઇલ વચ્ચે મિત્રતા અને મજબૂત કરવા અને નવી ઉંચાઇઓ સુધી પહોંચવાની વાત પણ કરી છે.
શ્રીલંકાના વડાપ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે પણ વડાપ્રધાન નરેંદ્ર મોદીને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું છે, ''શાનદાર જીત પર @narendramodi ને શુભેચ્છા! અમે તમારી સાથે મળીને કામ કરવાની આશા કરી છીએ.''
બીબીસીએ પોતાની વેબસાઇટ પર ભારતની લોકસભા ચૂંટણી સંબંધિત તમામ સમાચારો હોમપેજ પર ચાલી રહ્યા છે. પોતાના મોટા સમાચારોમાં પણ બીબીસીએ ચૂંટણીના પરિણામોના સમાચારને સ્થાન આપ્યું છે.
બાંગ્લાદેશના પ્રમુખ અંગ્રેજી સમાચારપત્ર 'ધ ઇન્ડીપેંડેંટ'ની વેબસાઇટે ભારત ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા સમાચારને મહત્વ આપતાં પોતાના હોમપેજ પર પ્રથમ સ્થાન આપ્યું છે. સમાચારના હેડિંગમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મોદી ફરીથી ભારતના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે.