પાકિસ્તાનમાં પ્રશંસકોની ગાળો ખાનાર બોલર હસન અલીની પત્ની છે હિન્દુસ્તાની, આ ક્રિકેટરને કરે છે પસંદ
હસન અલીની પત્ની શામિયા આરજૂએ ઈન્સ્ટ્રાગ્રામ પર ફેસના સવાલોનો જવાબ આપતા જણાવ્યું હતું કે, વિરાટ કોહલી તેના પસંદગીનો બેટ્સમેન છે. હસન અલીએ પાકિસ્તાન માટે અત્યાર સુધી 15 ટેસ્ટ, 57 વનડે અને 47 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 2017માં પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફી જીતડવામાં હસન અલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
શામિયા આરજૂએ એયરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેનો પરિવાર દુબઈમાં રહે છે, જ્યારે તેના પરિવારના થોડાક સભ્યો દિલ્હીમાં રહે છે.
હસન અલી અને શામિયા આરજૂના નિકાહ દુબઈમાં થયા હતા, જેમાં નજીકના સંગાસંબંધી અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હસનના મતે શામિયા સાથે પહેલી મુલાકાત એક ડિનર વખતે થઈ હતી. થોડાક સમય સાથે પસાર કર્યા બાદ હસનને શામિયાને પ્રપોઝ કર્યું હતું.
પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ 20 ઓગસ્ટ 2019ના રોજ શામિયા આરજૂ સાથે નિકાહ કર્યા હતા. શામિયા મૂળ રૂપથી હરિયાણાના નૂંહ જિલ્લાના મેવાત વિસ્તારની રહેવાસી છે.
પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ 20 ઓગસ્ટ 2019ના રોજ શામિયા આરજૂ સાથે નિકાહ કર્યા હતા. શામિયા મૂળ રૂપથી હરિયાણાના નૂંહ જિલ્લાના મેવાત વિસ્તારની રહેવાસી છે.