IND vs PAK: ઈતિહાસ રચ્યા બાદ ધોની પાસે એવી મુદ્રામાં આવીને ઊભા રહ્યા પાકિસ્તાની ખેલાડીઓ, Pics થયા વાયરલ

Mon, 25 Oct 2021-12:17 pm,

વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ તો જાણે  ખુશીમાં પાગલ થઈ ગયા. સમગ્ર ટીમ ઉજવણીમાં લાગી હતી જેનાથી જાહેર થતું હતું કે તેમના માટે આ જીત વર્લ્ડ કપ કરતા પણ વધુ મહત્વ ધરાવતી હતી. ખુબ જ તણાવપૂર્ણ વાતાવરણમાં આ મેચ રમાઈ. મેચ બાદ જ્યારે ખેલાડીઓ થોડા રિલેક્સ થયા તો વાતચીત પણ શરૂ થ ઈ. એક ખેલાડી જેની પાકિસ્તાન ક્રિકેટર્સ વચ્ચે સૌથી વધુ ડિમાન્ડ હતી તે હવે જો કે આંતરરાષ્ટ્રીય મેચ રમતો નથી. જેનું નામ છે મહેન્દ્ર સિંહ ધોની. બાબર આઝમ હોય કે શોએબ મલિક, ઈમાદ વસીમ કે નવા નવા ફેનબોય બનેલો શાહનવાઝ ધાની...બધા ધોની સાથે વાત કરવા ઉતાવળા થયા હતા. માહીએ પણ કોઈને નિરાશ ન કર્યા. 

રવિવારે રાતે શાહનવાઝ ધાનીના ચહેરા પરથી ખુશીઓ છૂપાઈ શકતી નહતી. એક તો તેમની ટીમે પહેલીવાર ભારતને વર્લ્ડ કપમાં હરાવ્યું. ઉપરથી મહેન્દ્ર સિંહ ધોનીને મળવાની તક મળી. ધોનીએ પણ પોતાના આ પાકિસ્તાની ફેનને નિરાશ ન કર્યા. બંને વચ્ચે થોડી વાતચીત થઈ અને પછી તસવીરો પણ ખેંચાવી. પ્રેક્ટિસ દરમિયાન પણ શાહનવાઝ ધોનીનું ધ્યાન ખેંચતો જોવા મળ્યો હતો. 

બાબર આઝમ પાકિસ્તાનનો ટોચનો બેટ્સમેન ગણાય છે. કેપ્ટન તરીકે તેની ટીમે પહેલીવાર વર્લ્ડ કપમાં ભારતને માત આપી છે. આઝમની કેપ્ટનશીપ હેઠળ જે કારનામું થયું થે તે 1992નો વર્લ્ડ કપ જીતનારી ઈમરાન ખાનની ટીમ પણ નહતી કરી શકી. ભારતને હરાવ્યા બાદ બાબરે ધોનીને અનેક સવાલ કર્યા. તેમાંથી એક સવાલ એ પણ હશે કે તે ગેમને કેટલી સારી રીતે સમજે છે. અસલ વાત તો શું થઈ તે ધોની બાબર અને મલિક જ જાણે પણ એટલું તો નક્કી છે કે જે પણ વાતચીત થઈ હશે તે પાકિસ્તાની ખેલાડીઓ ભૂલી નહીં શકે. 

ધોનીને ભારતીય ટીમના મેન્ટર બનાવવામાં આવ્યા છે. જો કે મેચ બાદ તે પાકિસ્તાની ખેલાડીઓને પણ ટિપ્સ આપતા જોવા મળ્યા. કોઈ સીનિયર ખેલાડીની જેમ ધોની લગભગ સાવધાનની મુદ્રામાં હતો જ્યારે બાબર, મલિક, વસીમ જેવા ખેલાડીઓ પાછળ હાથ બાંધીને કોઈ નવશીખ્યા ખેલાડીઓની જેમ વાત સાંભળી રહ્યા હતા. 

મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીનો પણ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પાકિસ્તાની ટીમના બેટર મોહમ્મદ રિઝવાનને ગળે લગાવી રહ્યો છે. વિરાટ કોહલીએ પાકિસ્તાનની શાનદાર જીત બદલ બાબર આઝમને પણ ભેટીને શુભેચ્છા પાઠવી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોને પસંદ પડી રહ્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link