ગુજરાતી વિદ્યાર્થીએ કાઠુ કાઢ્યું, રમતા-રમતા વિજ્ઞાન-ગણિત ભણી શકાય તેવી મોબાઈલ ગેમ બનાવી

Fri, 20 Jan 2023-11:21 am,

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી વિદ્યામંદિર શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિધાર્થી યશને તેમાં મમ્મી પપ્પાએ ઘરે મોબાઇલમાં ગેમ રમવાની ના પાડી હતી. ત્યારે યશ પોતાની પ્રોબ્લેમ લઇ વિદ્યામંદિર સ્કૂલના ટેકનિકલ એક્સપર્ટ પાસે પહોંચ્યો હતો અને તેની વાત સાંભળ્યા બાદ ટેકનીકલ એક્સપર્ટ હિતેનભાઈએ વિધાર્થીને મોબાઇલમાં અન્ય નુકશાનકારક ગેમ રમવાને બદલે જાતે એવી ગેમ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો કે જે ગેમમાં ભણવાનું પણ થઈ જાય. જેથી વિદ્યાર્થી યશેપોતાના મગજમાં આવેલ આઈડિયા ટેક્નિકલ એક્સપર્ટને જણાવ્યા હતા. આ ગેમમાં રમતા રમતા આગળ વધીએ અથવા ખજાનો લેવા જઈએ તો ત્યાં ગણિત અને વિજ્ઞાનના સવાલો પૂછવામાં આવે જેના સાચા જવાબ આપીએ તો જ આગળ વધીએ જેથી એક્સપર્ટે વિદ્યાર્થી યશને ગેમ બનાવતા શીખવાડ્યું. બાદમાં યશે માત્ર એક મહિનાની મહેનતમાં માર્યો જેવી ગેમ બનાવી છે જે ગેમમાં ખજાનો લેવા જઈએ એટલે ગણિત અને વિજ્ઞાનના સવાલ પૂછવામાં આવે જો સાચા જવાબ આપીએ તો જ આગળ વધીએ, આમ વિદ્યાર્થી યશે એવી ગેમ બનાવી જેમાં બાળકો રમતની સાથે સાથે ગણિત,વિજ્ઞાનના વિષયને પણ ભણી શકે.

ઉલ્લેખનીય છે કે વિદ્યામંદિરમાં ધોરણ- 7 માં અભ્યાસ કરતા યશે અગાઉ પણ મેક્સ ટોલ મોબાઈલ એપ્લિકેશન તેમજ શાળા મિત્રોની મદદથી ડ્રાઇવર એલર્ટ સિસ્ટમ બનાવી હતી. જેમાં વાહન ચાલાક ચશ્માં પહેરીને વાહન હંકારે તો તેને ઊંઘ અથવા જોકું આવે તો તે ચશ્માં એલર્ટ કરીદે છે. હવે તેના મમ્મી પપ્પાએ મોબાઈલમાં ગેમ રમવાનું ના કહેતા તેણે જાતે ક્વીઝ ગેમ બનાવી છે.

ગેમ બનાવનાર વિદ્યાર્થી યશે જણાવ્યું હતું કે ઘરે મમ્મી પપ્પા ગેમ રમવા દેતા નથી આબતે મેં અમારા સાયન્સ ક્લબના સર જોડે ચર્ચા કરી. સરે મને કહ્યું કે તૂ એક એવી ગેમ બનાવ જેમાં રમવાની સાથે સાથે ભણવાનું પણ થઈ જાય. જેથી મને આઇડિયા આવ્યો કે ગેમની સાથે ખજાનો મેળવવા જઈએ, તો તેમાં સાયન્સના સવાલો ગણિતના સવાલો આવે. જેથી એવી ગેમ બનાવીએ તો મમ્મી પપ્પા પણ ગેમ રમવાની ના ન પાડે. પછી આં બાબતે સરને વાત કરી. જેથી સરે મને આ ગેમ બનાવતા શીખવાડ્યું. આ ગેમ બનાવતા એક મહિના જેટલો સમય લાગ્યો હતો. આપણે ગેમમાં ખજાનો લેવા જઈએ ત્યારે આપણને અંદર મેથ્સનો સાયન્સના સવાલો પુછાય અને એના જવાબો આપીએ તો જ ખજાનાની ચાવી મળે અને આગળ વધીએ.

જોકે વિદ્યામંદિરમાં ટેક્નિકલ એક્સપર્ટ તરીકે કામ કરતા હિતેનભાઈએ જણાવ્યું હતું કે મારી પાસે ધોરણ 7માં ભણતો એક પ્રોબ્લેમ લઈને આવેલો સર ગેમ રમવાથી ક્રિએટીવીટી તો વધે છે. પરંતુ મમ્મી પપ્પા ગેમ રમવા નથી, દેતા શુ કરીએ. તો મેં વિધાર્થીને એવુ કહ્યું તું ગેમ રમે છે પણ એમાંથી એવુ કંઈક કર નવી ગેમ જાતે બનાવ. જેમાં તને ભણવાનુ પણ મળી રહે સાથે સાથે એન્જોય પણ મળે તો તને કોઈ ગેમ રમતા રોકી ના શકે. ત્યાર બાદ વિદ્યાર્થીએ મારીયો ગેમ જેવી જ ગેમ બનાવી. જેમાં ખજાનો લેવા જઈએ તો સાથે સાથે ત્યાં ગણિતના અને વિજ્ઞાનના સવાલો પુછાય તેવી ગેમ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી અને તેના ઉપર કામ કર્યું અને  એક મહિનાની મહેનત પછી વિદ્યાર્થીએ એક દમ સરસ ગેમ બનાવી છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link