Thumb Palmistry: અંગૂઠો ખોલી દેશે મનુષ્યના દરેક છુપાયેલા `રાઝ`, બસ આ રીતે કરો ઓળખ
જેના અંગૂઠા લાંબા અને પાતળા હોય છે. તે ખુબ સાહસી હોય છે. તેને કોઈ સમસ્યાથી ડર લાગતો નથી. જીવનમાં આવનારી મુશ્કેલીનો તે મજબૂત રીતે સામનો કરે છે.
જે લોકોના અંગૂઠા લચીલા હોય છે, તેઓ તેમના જીવનમાં પણ ખૂબ જ લવચીક હોય છે. આ લોકો કોઈપણ પ્રકારની પરિસ્થિતિને સરળતાથી સ્વીકારી લે છે.
જે લોકોનો અંગૂઠો વચ્ચે મોટો હોય છે, તે લોકો ખુશમિજાજ હોય છે. આ લોકોને ભાગ્યના ધનવાન માનવામાં આવે છે.
જે લોકોનો અંગૂઠા જાડો હોય છે, તે લોકો ખુબ ઉતાવળા હોય છે. જીવનના કાર્યોને જલદી કરવાનું પસંદ કરે છે. સાથે તે ઈચ્છે છે કે તેની સાથે જે લોકો કામ કરે છે તે પણ ઝડપથી કામ કરે.
જે લોકોના અંગૂઠાનો ઉપરી ભાગ નિચલા ભાગથી લાંબો હોય છે તે લોકો ખુબ પરિશ્ચમી હોય છે. તેમ કહેવામાં આવે છે કે આવા લોકો ખુબ બુદ્ધિમાન હોય છે. તે પોતાનું કામ સારી રીતે કરે છે. જેના કારણે તેનું ખુબ સન્માન થાય છે.
જે લોકોના હાથમાં અંગૂઠા નાના અને મોટા હોય છે, તે ભાવનાત્મક રૂપથી ખુબ નબળા હોય છે. લોકોની વાતોનું જલ્દી ખોટું લગાવે છે. આ લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે. તે લોકો પર જલદી વિશ્વાસ કરતા નથી.