એક સમયે 40 રૂપિયામાં કરતો હતો મજૂરી, ઝૂંપડીમાં પણ રહ્યો, હવે કરોડોનો માલિક છે આ અભિનેતા

Wed, 09 Oct 2024-6:40 pm,

આ એક્ટર કોઈ અન્ય નહીં જિતેન્દ્ર કુમાર છે. જિતેન્દ્રને ટીવીએફ પિક્ચર્સની કોટા ફેક્ટરીના જીતૂ ભૈયાના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ પંચાયતનો સચિવ બની એ રીતે છવાયો કે ઘર-ઘરમાં જાણીતો થઈ ગયો. આ વેબ સિરીઝ સિવાય તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મોમાં જાદૂગર, ચમન બહાર, લંતરાની અને શુભ મંગલ જ્યાદા સાવધાન પણ છે. ખાસ વાત છે કે શુભ મંગલ જ્યાદા સાવધાનમાં તેણે આયુષ્માન ખુરાનાની ઓપોઝિટ ગે બોયફ્રેન્ડનો રોલ પ્લે કર્યો હતો.

જિતેન્દ્ર રાજસ્થાનનો રહેવાસી છે. બાળપણમાં રામલીલામાં એક્ટિંગ કરતો હતો અને ઘણા સિતારાઓની મિમિક્રી કરતો હતો. તે ભણવામાં પણ હોશિયાર હતો.

અભિનેતાએ તાજેતરમાં સાયરસ બ્રોચાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ઘણી બધી વાતો કહી. જિતેન્દ્રએ જણાવ્યું કે એક સમય હતો જ્યારે તે ઝૂંપડીમાં પણ રહેતો હતો. અભિનેતાએ કહ્યું કે તેનો આખો પરિવાર ત્યાં રહેતો હતો. અમારી પાસે કાયમી ઘર પણ હતું.

કાકા, પિતા અને હું સિવિલ એન્જિનિયર છીએ. જે પાક્કા મકાન હતા તેમાં વધુ બે રૂમ બન્યા હતા. તેથી મારો પરિવાર છ-સાત મહિના માટે ઝૂંપડીમાં રહેવા જતો રહ્યો હતો.

 

હંમેશા ગરમીઓની રજામાં પેન્ટર કે સુથારી કામ સાથે કરતો હતો. ત્યારે દરરોજ 40 રૂપિયાની મજૂરી મળતી હતી. જ્યારે આ વાત પિતાને ખબર પડી તો તેઓ મને ખિજાયા. તે સમયે હું 11 કે 12 વર્ષનો હતો. હું મજૂરોની મદદ કરતો હતો. આજે તેની નેટવર્થ આશરે 7 કરોડ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link