લો બોલો, રસ્તા પર ખવાતી પાણીપુરીનું મહાભારત અને મગધ સામ્રાજ્ય સાથે નીકળ્યું કનેક્શન

Wed, 03 Oct 2018-2:53 pm,

દુનિયામાં ઈતિહાસ અને મિથક બે અલગ અલગ બાબત છે. મહાભારતની કથાની સાથે અનેક મિથક જોડાયેલા છે. તેમાં જ પાણીપુરી સાથે પણ એક દંતકથા જોડી દેવાઈ છે. આ કથા સત્ય છે કે અસત્ય તેની તો કોઈ પુષ્ટિ થઈ નથી, આ માહિતી સો ટકા રોચક છે.   

કહેવાય છે કે, જ્યારે દ્રોપદીના લગ્ન પાંચ પાંડવો સાથે થયા તો કુંતીએ તેની પરીક્ષા લેવાનું વિચાર્યું. કુંતીએ એક દિવસે દ્રોપદીને ઘણી બધી શાકભાજી અને થોડો લોટ આપ્યો. દ્રોપદીએ તેમાંથી જ પાંચ પાંડવો માટે કંઈક બનાવવાનું હતું. પાંચાલીએ લોટમાંથી ગોળ ગોળ પુરીઓ બનાવે અને તેની વચ્ચે શાકભાજી ભરી દીધી. આ ખાઈને બધા પાંડવોનું પેટ ભરાયું અને માતા કુંતી ખુશ થઈ ગઈ. પાણીપુરીનું આ સૌથી પહેલું મોડલ હતું.  

પાણીપુરીનું બીજી મિથક મગધ સામ્રાજ્ય સાથે જોડાયેલું છે. ઈન્ટરનેટ પર અનેક જગ્યાએ ઉલ્લેખ કરાયેલો છે કે, મગધ સામ્રાજ્યમાં ફુલકિસ બહુ જ ફેમસ હતું. જે પાણીપુરીને મળતુ આવે છે તેવું કહેવાય છે. પાણીપુરીની સૌથી જરૂરી બાબત છે બટાકા. જે પોર્ટુગલ દ્વારા લાવવામાં આવેલું શાક છે. એ રીતે તો પાણીપુરીના પાણીને ચટપટુ બનાવનારી લાલ મિરચી તો ભારતમાં 300-400 વર્ષ પહેલા જ આવી હતી. તેથી મગધ સામ્રાજ્યનો સીધો સંબંધ પણ પાણીપુરી સાથે જોડી શકાતો નથી.   

હકીકતમાં, આ મિથકોની વાત કરીએ તો પાણીપુરી એટલી જૂની ડિશ નથી. કેટલાક ફૂડ હિસ્ટોરિયન કહે છે કે, પાણીપીરુ હકીકતમાં રાજ કચોરી જેવુ ફૂડ છે. તેની શરૂઆત ઉત્તર પ્રદેશ અને બિહારની વચ્ચે ક્યાંક થઈ છે. અથવા તો બનારસમાં અંદાજે 100થી 125 વર્ષ પહેલા થઈ હશે. વિવિધ પ્રકારની ચાટની સાથે કોઈએ ગોળ ગોળ નાનકડી પુરી ખાધી હશે અને આમ તેનું નામ ગોલગપ્પા પડ્યા હશે તેવું પણ કહેવાય છે. 

પાણીપુરીનું સ્ટ્રક્ચર એવું છે કે તેમાં વિવિધ એક્સપરિમેન્ટ્સ કરી શકાય છે. પાણીમાં અલગ અલગ સ્વાદ લાવવા માટે બટાકાને બદલે ફ્રુટ્, પનીર પણ ભરવામાં આવે છે. તો બીજી તરફ પાણીને બદલે સ્કોચ, વ્હીસ્કી, વાઈનનો પણ પ્રયોગ કરાય છે. તો વિદેશોમાં 1000 રૂપિયાની પાણીપુરી પણ મળે છે. જેની અંદર કેવિયાર (એક ખાસ માછલીના ઈંડા) ભરવામાં આવે છે. તેને તળીને કે માઈક્રોવેવમાં મૂકીને બનાવાય છે. પંરતુ રસ્તા પર ઉભા રહીને વેચાતી પાણીપુરીથી જે સંતોષ મળે છે તેવો ક્યાંય મળતો નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link