Bigg Boss 14માંથી બહાર થઇ Pavitra Punia,આ એક્સ કંટેસ્ટેંટ્સ સાથે જોડાયેલું હતું નામ
)
પવિત્રા પુનિયા (Pavitra Punia)એ ઘરમાંથી બેઘર થતાં જ પોતાના ફેન્સના નામે એક ખાસ મેસેજ આપ્યો છે. તો બીજી તરફ તેમણે એજાજ ખાનના ફેન્સના નામે એક ખાસ મેસેજ આપ્યો છે.
)
પવિત્રા પુનિયા (Pavitra Punia)એ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટા 'બિગ બોસ 14' (Bigg Boss 14)ના પ્રીમિયર નાઇટના છે.
)
આ ફોટાને શેર કરતાં પવિત્રાએ લખ્યું 'હું પરત આવી ગઇ છું. મારા સફરમાં સાથે આપવા માટે તમામનો આભાર અને દરેક પડાવમાં મારી હિંમત વધારવા માટે દિલથી આભાર. મારા તમામ નવા અને જૂના ફેન ક્લબ સાથે સાથે #Pavijaz ફેન ક્લબનો પણ દિલથી આભાર.
પવિત્રા પુનિયાએ આગળ કહ્યું કે 'મારા તે તમામ ફેન્સને ખૂબ પ્રેમ જેમણે મને ઘણો બધો પ્રેમ આપ્યો અને મને સપોર્ટ કર્યો. સાથે જ હેટર્સને કંઇ જ કહીશ નહી કારણ કે આ તેમનું કામ છે અને તે પોતાનો નિર્ણય લે છે કે કોને સપોર્ટ કરવો છે. ગુડલક તમારી પીપી.
'બિગ બોસ 14'ના ઘરમાં પવિત્રા ગત અઠવાડિયાથી ગુમસુમ જોવા મળી. એજાજ ખાન સાથે તેમની લડાઇ થઇ ગઇ હતી.
એજાજ સાથે લડાઇ બાદ પવિત્રાએ કસમ ખાધી હતી કે તે હવે કોઇ સાથે વાત નહી કરે.
તમને જણાવી દઇએ કે પવિત્રાનું નામ બિગ બોસના એક્સ કંટેસ્ટેટ્સ સાથે પણ જોડાઇ ચૂક્યું છે. તેમાં સિદ્ધાર્થ શુક્લા અને પારસ છાબડા સામેલ છે.