લગ્ન પછી પ્રિયંકા-નિક પહેલીવાર સાથે દેખાયા જાહેર કાર્યક્રમમાં, કરી નવપરિણીત દંપતિ જેવી હરકતો

Sat, 08 Dec 2018-12:34 pm,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે મંગળવારના રોજ દિલ્હીમાં રિસેપ્શન યોજ્યુ હતું. રિસેપ્શન બાદ બુધવારના રોજ તેઓ એક લોન્ચિંગ પાર્ટીમાં પહોંચ્યા હતા. જ્યાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ કપલ બમ્બલની લોન્ચ પાર્ટીમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે બમ્બલ એક ડેટિંગ એપ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પ્રિંયંકા ચોપરા આ એપ્લિકેશનની ઈન્વેસ્ટર છે. આ પાર્ટીમાં પ્રિયંકા અને નિક ખૂબ જ સ્ટાઈલિસ્ટ લાગી રહ્યા હતા. આ બંનેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વહેતા થઈ રહ્યા છે. 

આ તસવીરમાં જોડી એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતી.

નિક અને પ્રિયંકા નવપરિણીતોની જેમ જાહેરમાં અંગત ક્ષણો માણતા એક કરતા વધારે વખત કેમેરામાં ક્લિક થઈ ગયા હતા. 

પાર્ટીમાં પ્રિયંકા અને નિક ખૂબ જ સ્ટાઈલિસ્ટ લાગી રહ્યા હતા.

પ્રિયંકા પતિ નિક કરતા એક દાયકા કરતા વધારે મોટી હોવા છતાં તેમની કેમિસ્ટ્રીમાં આ તફાવત બિલકુલ જોવા નથી મળી રહ્યો. 

ક રિપોર્ટના અનુસાર પ્રિયંકા અને નિક 27 ડિસેમ્બરની આસપાસ નાનકડા હનીમૂન માટે જશે અને નવા વરસની ઊજવણી બાદ પ્રિયંકા પોતાની ફિલ્મના શૂટિંગમાં જોડાશે. જોકે તે ક્યા સ્થળે જવાના છે તે જાણવા મળ્યું નથી. 

હનીમૂન પરથી પાછા આવ્યા બાદ પ્રિયંકા ફરી ભારત આવશે અને પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે અમદાવાદ જશે. પોતાના સઘળા કામ પૂરા કર્યા બાદ પ્રિયંકા અને નિક ફરી એક ટ્રીપ પર જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link