PHOTOS:બરફની ચાદરમાં લપેટાયું મનાલી, તસવીરોમાં જુઓ Snowfall નો શાનદાર નજારો
મનાલીના રોડ અત્યારે બરફથી ઢંકાયેલ છે. જોકે સ્થાનિક નિવાસીઓને આવાગમનમાં મુશ્કેલી થઇ રહી છે પરંતુ અહીં ફરવા આવેલા લોકો માટે આ જન્નત છે.
મનાલી જ્યાં અત્યારે હિમવર્ષા થઇ રહી છે, તો બીજી તરફ હિમવર્ષા જોવા આવેલા પર્યટકો પણ ખૂબ ખુશ છે. પહાડો પર થયેલી તાજી હિમવર્ષાથી મનાલી ફરવા આવેલા પ્રવાસીઓ Tourists)ને મનાલીનો ઠંડો મૌસમ ખૂબ પસંદ આવી રહ્યો છે.
કોરોના (Corona)ના કારણે પર્યટક (Tourists)હાલ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે પરંતુ અહીંના મૌસમનો નજારો લોકોને આકર્ષિત કરી રહ્યો છે. મનાલી ફરવા પહોંચેલા પર્યટકોનું કહેવું છે કે તેમણે અહીં આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. મનાલીમાં તાપમાન ભલે માઇનસમાં હોય, પરંતુ તેની ખૂબ મજા માણી રહ્યા છે.
મનાલીના ઉંચા પહાડો પર હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં કુલ્લૂ મનાલીમાં શીતલહેર તેજ થઇ ગઇ છે. મનાલીની આ સિઝનમાં લોકોને પોતાની તરફ ખેંચે છે (સાભાર: સંદીપ સિંહ)