PHOTOS: નખ જેટલાં નાના આ અનોખા પ્રાણીઓ તમે ક્યારેય નહીં જોયા હોય, પૃથ્વી પરના આ પ્રાણીઓને જોઈને રહી જશો દંગ
દેડકો આમ પણ નાનું પ્રાણી છે. તમને ખબર છે કે દુનિયામાં મોન્ટે આઇબેરિયા એલેથ અથવા ઇલેથરોડેક્ટીલસ આઇબેરિયા નામનો 0.4 ઇંચનો એક દેડકો છે. આ જાતિ ઉત્તરી ગોળાર્ધમાં સૌથા વધુ જોવા મળે છે.
કાચિંડાને આપણે સૌએ જોયો છે. જે એના રંગ બદલવાના કારણે ઓળખાય છે. પૃથ્વી પર બ્રૂક્સિઆ માઇકરા નામનો એક એવો પણ કાચિંડો છે જે ફક્ત 1 ઇંચ લાંબો છે અને આ કાચિંડો માનવ આંગળીની ટોચ પર બેસી જાય એટલો હોય છે. સંશોધનકારોએ 2012ની શરૂઆતમાં મેડાગાસ્કરમાં વસવાટ કરતી આ પ્રજાતિઓની શોધ કરી છે.
પૃથ્વી પરની સૌથી નાની પ્રજાતિનો કાચબો.આ કાચબો સ્પેક્ડ પેડલોપર અથવા હોમોપસ સિગ્નેટસ નામથી જાણીતો છે. તે 2.4 થી 3.1 ઇંચ સુધીનો હોય છે. આ જાતિઓની સંપૂર્ણ વસ્તી દક્ષિણ આફ્રિકાના નાના NAMAQUALAND ક્ષેત્રમાં જોવામાં મળે છે.
આપણે ધણા પ્રકારના પક્ષીઓ જોયા છે પણ ક્યુબામાં પક્ષી એવી એક પ્રજાતી છે જે વિશ્વમાં સૌથી નાનું પક્ષી છે. હમિંગબર્ડ અથવા મેલીસુગા હેલે જેની સામાન્ય રીતે લગભગ 2.2 ઇંચ હોય છે. આ પક્ષીનું વજન ડાઇમ કરતા પણ ઓછું હોય છે. દેખાવમાં એ ઘણું સુંદર હોય છે.
આપણે ઘરમાં ઘરોળી જોઈ લઈએ તો ડરી જઈએ છીએ. દુનિયામાં એવી પણ ઘરોળી છે. જેને ઘણાં લોકો પીરોજ અથવા ઇલેક્ટ્રિક બ્લુ ગેકો તરીકે જાણે છે. વિલિયમ્સના દ્વાર્ફ ગેકો અથવા લિગોડાક્ટિલસ વિલિયામસી ફક્ત 3 ઇંચ લાંબી હોય છે. તે ફક્ત તાંઝાનિયામાં જ જોવા મળે છે, આ પ્રજાતિને વિવેચનાત્મક રીતે જોખમી માનવામાં આવે છે.
ઉંદર એવુ પ્રાણી છે જેને લોકો ઘરમાં પાળે પણ છે. આપણે નાના-મોટા દરેક પ્રકારના ઉંદર જોયા હશે. પણ 3.6 ઇંચનુ નિશાચર માઉસ લેમર ઉંદરમાં બીજું એવું નાનું પ્રાણી છે જે ફક્ત મેડાગાસ્કર ટાપુ પર જોવા મળે છે. નિશાચર માઉસ લેમર ઉંદર એકલા રહી શિકાર કરે છે અને તે ફક્ત 3.6થી 6.6 ઇંચ જેટલા હોય છે.
સાપનું નામ સાંભળીને લોકો ગભરાઇ જાય છે. સાપની પ્રજાતિ ઝેરી અને ખતરનાક હોય છે. વિશ્વનો સૌથી નાનો સાપ જે બાર્બાડોસ થ્રેડોનેક અથવા લેપ્ટોટાઇફ્લોપ્સ કાર્લાને માનવામાં આવે છે. આ સાપની સરેરાશ લંબાઈ 4.1 ઇંચની હોય છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે થ્રેડોનેક્સની સંપૂર્ણ વસ્તી બાર્બાડોસમાં કેટલાક ચોરસ કિલોમીટરની અંદરની વસવાટ કરે છે.
તમે દુનિયામાં ધણા પ્રકારના વાનર જોયા હશે છે. જેમકે લંગુર, બબુન જેવા ધણા વાનર છે. પણ પિગ્મી માર્મોસેટ્સ અથવા સેબુએલા પિગમેઆ નામનુ વાનર વિશ્વનું સૌથી નાનું વાનર છે. પિગ્મી માર્મોસેટ્સ વાનર આંગળી જેટલુ જ હોય છે. આ વાનર દક્ષિણ અમેરિકાના વરસાદી જંગલોમાં જોવા મળે છે.
આપણે જાણીએ છીએ કે શાર્ક માછલી કેટલી વિશાળ અને ખતરનાક હોય છે. પરંતુ પૃથ્વી પર શાર્કની સૌથી નાની પ્રજાતિ પણ છે. વામન ફાનસ અથવા ઇટમોપ્ટરસ પેરી નામની શાર્ક માછલી જે લગભગ 8.3 ઇંચની છે. વામન ફાનસના શરીરમાં પ્રકાશ-ઉત્પન્ન કરનારા અવયવો હોય છે જે તેને ઉંડા પાણીમાં નાના પ્રાણીઓને આકર્ષિત કરે છે.
આપણે કેટલાય પ્રકારના સસલા જોયા છે. પરંતુ સસલામાં એક એવી જાતી છે જે 9.25 થી 11.6 ઇંચ જેટલી જ હોય છે.આ જાતીને પિગ્મી કહે છે. પિગ્મીનામની સસલાની પ્રજાતી લુપ્ત થવાના આરે છે.આ પિગ્મી સસલું મુખ્યત્વે અમેરિકાના પશ્ચિમ તટ પરના બ્રેકિલેગ્સ ઇડાહોન્સિસમાં રહે છે.