Photos : પ્લોગીંગ રન : અમદાવાદના મ્યુ. કમિશનરે પણ રસ્તા પરથી કચરો ઉઠાવ્યો...
આ પ્લોગીંગ રન એસજી હાઇવેથી પ્રહલાદનગર, આનંદનગર અને પુનઃ એજ રૂટ પર પરત એમ કુલ 5.30 થી 6 કીલોમીટરનો રૂટ સુધીનો હતો. જેમાં ભાગ લેનારાઓને હેન્ડ ગ્લોવ્ઝ, ટી-શર્ટ અને કચરો ઉપાડવા ખાસ બેગ આપવામાં આવ્યું હતું. આ પ્લોગીંગ રનમા ભાગ લેનારા રોડ પર પડેલો કચરો એકઠો કરી એએમસીએ મૂકેલા ડસ્ટબીનમાં એકઠો કરી નાંખ્યો હતો. નોંધનીય છે કે, પ્રથમવાર આ પ્રયોગ થવા જઈ રહ્યો છે, જેની સફળતાના આધારે આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ તેનો અમલ કરાશે.
જે રીતે સ્વચ્છતાના મામલે અમદાવાદમાં હવે પરિવર્તન જોવા મળી રહ્યુ છે, ત્યારે તંત્રએ પણ શહેરને સ્વચ્છ રાખવા માટે લોકો પાસેથી સહકાર મળે તેવી વિનંતી કરી છે. ત્યારે જોવાનું રહેશે કે તંત્રના આ પ્રયોગને કેટલી સફળતા મળે છે.