કૃષ્ણની નગરીને શત શત નમન : પીએમ મોદીએ દરિયામાં ડુબેલી દિવ્ય નગરીના કર્યા દર્શન, નવો વીડિયો આવ્યો સામે

Sun, 25 Feb 2024-4:35 pm,

PM મોદીએ સમુદ્રની અંદર જઈ પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા હતા. દરિયામાં ડૂબેલી પ્રાચીન દ્વારકાના PM મોદીએ સાક્ષાત દર્શન કર્યાં. આ અનુભવ વિશે તેમણે કહ્યુંક ે, ભવ્યતા અને કાળ નિરપેક્ષ ભક્તિનો મે અનુભવ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ પાણીમાં ડૂબેલી પ્રાચીન દ્વારકાના સ્થળે પ્રાર્થના કરી. આ અનુભવને પ્રધાનમંત્રીએ આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે જોડનારું ગણાવ્યું.   

વડાપ્રધાન નરેમ્દ્ર મોદીએ દરિયામાં સોનાની દ્વારકાના અવશેષો પોતાની નજરે નિહાળ્યા. પંચકૂઈ પાસે કમરે મોરપિચ્છ ખોસીને ભગવા વસ્ત્રોમાં મોદી દરિયામાં ઊંડે સુધી ગયા હતા. તેમણે દ્વારકા નગરીને મોરપીંછ અર્પણ કરીને તેના બે હાથ જોડીને દર્શન કર્યા હતા.   

તેમણે કહ્યું કે, સમુદ્રની અંદર જઈ પ્રાચીન દ્વારકા જોઈ ધન્યતા અનુભવી. મે ભગવાન દ્વારકાધિશને નમન કર્યા. હું મોરપીંછ પણ લઈને ગયો હતો. મે મોરપીંછ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કર્યો. મારી ઈચ્છા હતી પ્રાચીન દ્વારકાને જોઉ. આજે મારી ઈચ્છાપૂર્ણ થઈ. આજે પવિત્રભૂમિને સ્પર્શ કરી હું ધન્ય થયો.  મે સમુદ્ર દ્વારકામાં વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કર્યો.

આ બાદ પ્રધાનમંત્રી મોદીએ દ્વારકામાં જાહેર સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાધીશના જયકારા સાથે ભાષણની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આહીરાણી બહેનોએ જે મારા ઓવારણા લીધી તેનું હું આભાર માનું છું. દ્વારકામાં થોડા દિવસ પહેલાં 37 હજાર આહીરાણીઓએ ગરબા કર્યા તે દૃશ્યો અદભૂત હતા.37 હજાર આહીરાણી બહેનોએ ગરબા લીધા. આહીરાણી બહેનોએ 25 હજાર કિલો સોનું પહેરી તેઓએ રાસ લીધી હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું દ્વારકાધામમાં દિવ્યતાનો અનુભવ કર્યો. સવારે મને એ અનુભવ મળ્યું જે જીવનભર મારી યાદ બની રહેશે. દ્વારકાના દરિયામાં જઈને પ્રાચીન દ્વારકાના દર્શન કર્યાં. દ્વારકા નગર એક શ્રેષ્ઠ નગરનું ઉદાહરણ હતું. મેં ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યાં. હું મારી સાથે ત્યાં મોરપંખ લઈ ગયો હતો જે ત્યાં અર્પણ કર્યું. મારી અનેક વર્ષો જૂની ઈચ્છા આજે પૂર્ણ થઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દ્વારકા જગત મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત લીધી. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેટ દ્વારકા પહોંચ્યા. જ્યાં તેમણે મંદિરમાં વિશેષ પૂજા કરી ભગવાનને ધજા પણ ચડાવી. બેટ દ્વારકા મંદિરમાં ખાસ ઉપરણું ઓઢાડી પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. મહત્વનું છે કે, બેટ દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણનું મુખ્ય મંદિર ગણવામાં આવે છે. અને આ મંદિરની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી આઝાદ ભારતના પહેલા પ્રધાનમંત્રી છે.

બેટ દ્વારકા બાદ પ્રધાનમંત્રી મોદી દ્વારકા જગત મંદિર પહોંચ્યા. જ્યાં કાળિયા ઠાકોરની તેમણે ખાસ પૂજા કરી. પ્રધાનમંત્રીએ મંદિરમાં હાજર ભક્તોનું પ્રધાનમંત્રીએ અભિવાદન કર્યું. સાથે પ્રધાનમંત્રીનું મંદિરના પૂજારીઓએ ભગવાન શ્રીકૃષ્ણની મનમોહક મૂર્તિ આપી અભિવાદન કર્યું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link