15 ઓગસ્ટના રોજ આમ જનતાને મળશે સૌથી મોટી ખુશખબરી, PM મોદી આપી શકે છે ભેટ

Mon, 13 Aug 2018-2:13 pm,

આ અઠવાડિયે સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ નરેંદ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરતાં 32 કરોડથી વધુ જનધન ખાતાધારકો માટે વિભિન્ન લાભોની જાહેરાત કરી શકે છે. તેમાં જનધન પાર્ટ 2ની જાહેરાત પણ શક્ય છે. સૂત્રોના અનુસાર વડાપ્રધાન જનધન યોજના (પીએમજેડીવાય) હેઠળ ખાતાધારકો માટે ઓવરડ્રાફ્ટ સુવિધા બમણી કરી 10,000 રૂપિયા કરવામાં આવી શકે છે. આ સરકારના તે લોકોને કોષ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ છે, જે અત્યાર સુધી જનધન એકાઉન્ટ ખોલાવી શક્યા નથી. 

આકર્ષક સૂક્ષ્મ વીમા યોજના: સરકાર આકર્ષક સૂક્ષ્મ વિમા યોજનાની જાહેરાત કરી શકે છે. રૂપે કાર્ડધારકો માટે મફત અકસ્માત વિમો એક લાખ રૂપિયા સુધી વધારવામાં આવી શકે છે.

બીજો તબક્કો પુરો: પીએમજેડીવાઇનો બીજો તબક્કો 15 ઓગસ્ટના રોજ પુરો થઇ રહ્યો છે અને આગળના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેમાં યથાયોગ્ય સુધારાની જરૂરિયાત છે. વડાપ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસના અવસરે સંબોધન કરી આ પ્રકારની જાહેરાત માટે સારું મંચ છે. 

4 વર્ષોમાં 32.25 કરોડ જનધન એકાઉન્ટ ખુલ્યા: નાણાકીય સમાવેશના પ્રમુખ કાર્યક્રાળ પીએમજેડીવાયની શરૂઆત ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી. પ્રથમ તબક્કો 14 ઓગસ્ટ 2015ના રોજ પુરો થયો.

તેમાં મૂળ બેંક ખાતા તથા રૂપે ડેબિટ કાર્ડ પર ભાર મુકવામાં આવશે. ગત 4 વર્ષોમાં 32.25 કરોડ જનધન ખાતા ખોલ્યા. આ ખાતામાં 80,674.82 કરોડ રૂપિયા જમા થયા છે.

સરકારની યોજના તે 10 માંથી 12 કરોડ લોકો સુધી પહોંચાડવાની છે. જે હજુ સુધી બેંક ખાતા ખોલાવી શક્યા નથી. પીએમ મોદી તેમના ખાતાની સરળતા પ્રદાન કરી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link