PHOTOS: PM Modi એ સાબરમતી આશ્રમની લીધી મુલાકાત, વિઝિટર્સ બૂકમાં લખ્યો આ ખાસ સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સવારે સવા 10 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું. ત્યાંથી સીધા તેઓ સાબરમતી આશ્રમ ગયા.
પીએમ મોદી સાબરમતી આશ્રમ પહોંચ્યા ત્યારબાદ ત્યાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને નમન કર્યા.
સાબરમતી આશ્રમનું હ્રદય ગણાતા હ્રદયકૂંજમાં પણ પીએમ મોદીએ ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી. ગાંધીજીના ઘર એવા હ્રદયકૂંજમાં તેમણે કેટલીક પળો વિતાવી અને ત્યારબાદ વિઝિટર્સ બૂકમાં સંદેશો લખ્યો.
પીએમ મોદીએ વિઝિટર્સ બૂકમાં લખેલા સંદેશમાં કહ્યું છે કે 'આશ્રમમાં આવીને પૂજ્ય બાપૂની પ્રેરણાથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ વધુ મજબૂત થાય છે. અહીંના પવિત્ર વાતાવરણ, અહીંની સ્મૃતિઓથી જ્યારે આપણે એકાકાર થઈએ છીએ તો, સ્વાભાવિક રીતે તપ અને ત્યાગની ભાવના વધી જાય છે. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ આત્મનિર્ભરાત અને આત્મસન્માનનો પણ સંદેશ આપ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ માટે, પ્રેરણા માટે, આ પુષ્ય સ્થળો પર ફરીથી આવીને હું ધન્ય અનુભવી રહ્યો છું. આઝાદીનો અમૃત મહોત્સવ, ભારતના સ્વતંત્રતા સંગ્રામને, કૃતજ્ઞ દેશવાસીઓ દ્વારા અપાઈ રહેલી કાર્યાંજલિ છે. આ મહોત્સવ દરમિયાન દેશ પોતાની સ્વતંત્રતાીના આંદોલનના દરેક પડાવ, દરેક મહત્વની ક્ષણને તો યાદ કરશે જ, ભવિષ્ય નિર્માણ માટે નવી ઉર્જા સાથે આગળ પણ વધશે. મને વિશ્વાસ છે કે પૂજ્ય બાપૂના આશીર્વાદથી આપણે ભારતવાસી પોતાના કર્તવ્યનું પાલન કરતા અમૃત મહોત્સવના ઉદ્દેશ્યોને જરૂર સિદ્ધ કરીશું. '
પીએમ મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લીધા બાદ હવે અભયઘાટ પહોંચ્યા. અહીં તેમણે પ્રદર્શન નીહાળ્યું અને ત્યારબાદ અભય ઘાટ ડોમ પર સ્ટેજ પર પહોંચ્યા હતાં. આશ્રમમાં મુલાકાત દરમિયાન PM મોદી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી અમૃત મોદીને પણ મળ્યા હતા.