PM Modi Japan PM Golgappe: કિશિદાને મોદીએ ખવડાવી પાણીપુરી, જણાવી લસ્સીની રેસિપી, આવું હતું જાપીની PM રિએક્શન
કિશિદા ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. સોમવારે સવારે ભારત આવ્યા બાદ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. તેમણે આ વર્ષે મે મહિનામાં હિરોશિમામાં G7 નેતાઓની સમિટમાં ભાગ લેવા માટે મોદીને આમંત્રણ પણ આપ્યું હતું, જેનો વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો.
આ દરમિયાન બંને નેતાઓ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્ક પહોંચ્યા, જ્યાં તેમણે ઘણી સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ ચાખ્યો. પીએમ મોદી અને જાપાનના પીએમએ પાણીપુરી, લસ્સી અને આમ પન્ના પણ ટ્રાય કર્યા હતા.જાપાની પીએમ સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ અને ઉચ્ચ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ સુધારવા માટે ભારતના પ્રવાસે આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કિશિદાને 'કદમવૂડ જાલી બોક્સ' (કદંબ નાલાકડામાંથી બનેલું જાળીદાર બોક્સ) માં બંધાયેલ ચંદન બુદ્ધની પ્રતિમા ભેટમાં આપી હતી. આ કલાકૃતિ કર્ણાટકના સમૃદ્ધ વારસા સાથે જોડાયેલી છે. અધિકારીઓએ જણાવ્યું કે બુદ્ધની આકૃતિ શુદ્ધ ચંદનથી બનેલી છે અને તેમાં પરંપરાગત ડિઝાઇન અને કુદરતી દ્રશ્યો સાથે હાથની કોતરણી છે, નિષ્ણાત કારીગરો દ્વારા બનાવવામાં આવી છે, પ્રતિમામાં બુદ્ધ બોધિ વૃક્ષની નીચે ધ્યાનની મુદ્રામાં બેઠા છે.
વાતચીત દરમિયાન, બંને દેશોના નેતાઓએ ભારત-જાપાન વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. બંનેએ ભાર મૂક્યો હતો કે શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે તે જરૂરી છે.
અગાઉ કિશિદાનું ભારતમાં સ્વાગત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે પીએમ ફ્યુમિયો કિશિદા અને હું એક વર્ષમાં ઘણી વાર મળ્યા છીએ અને દરેક વખતે મેં ભારત-જાપાન દ્વિપક્ષીય સંબંધો પ્રત્યે તેમની સકારાત્મકતા અને પ્રતિબદ્ધતા અનુભવી છે. તેમની આજની મુલાકાત આ ગતિને જાળવી રાખવામાં ફાયદાકારક રહેશે.
આ દરમિયાન જાપાનના વડાપ્રધાને કહ્યું કે, ભારત સાથે અમારો આર્થિક સહયોગ ઝડપથી વધી રહ્યો છે. આનાથી માત્ર ભારતના વિકાસમાં જ નહીં, પણ જાપાન માટે મહત્વપૂર્ણ આર્થિક તકો પણ ઊભી થશે.